હવાઇ હુમલામાં ISISનો બીજા નંબરનો કમાન્ડર ઠાર

Haresh Suthar | News18
Updated: August 22, 2015, 11:56 AM IST
હવાઇ હુમલામાં ISISનો બીજા નંબરનો કમાન્ડર ઠાર
અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે ઝનૂની આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ISISના બીજા નંબરના કમાન્ડરને હવાઇ હુમલામાં ઠાર કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી એએફના અનુસાર વ્હાઇટ હાઉસના પ્રવક્તા નેડ પ્રાઇસે એક નિવેદનમાં કહ્યું છે કે, ફાદિલ અહમદ અલ હયાલી ઉર્ફે હાજી મુતાજ્જ ઇરાકમાં 18 ઓગસ્ટે અમેરીકી સેનાના હવાઇ હુમલામાં ઠાર મરાયો છે. એ વખતે તે એક વાહનમાં મોસુલ જઇ રહ્યો હતો.

  • News18
  • Last Updated: August 22, 2015, 11:56 AM IST
  • Share this:
નવી દિલ્હી # અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે ઝનૂની આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ISISના બીજા નંબરના કમાન્ડરને હવાઇ હુમલામાં ઠાર કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી એએફના અનુસાર વ્હાઇટ હાઉસના પ્રવક્તા નેડ પ્રાઇસે એક નિવેદનમાં કહ્યું છે કે, ફાદિલ અહમદ અલ હયાલી ઉર્ફે હાજી મુતાજ્જ ઇરાકમાં 18 ઓગસ્ટે અમેરીકી સેનાના હવાઇ હુમલામાં ઠાર મરાયો છે. એ વખતે તે એક વાહનમાં મોસુલ જઇ રહ્યો હતો.

અલ હયાલી આઇએસનો બીજા ક્રમનો કમાન્ડર નેતા હતો અને ઇરાક અને સીરિયામાં હથિયારો, વિસ્ફટકો, વાહનો અને જેહાદીઓને લાવવા જઇ જવાની જવાબદારી સંભાળતો હતો.

વ્હાઇટ હાઉસના અનુસાર અલ હયાલી મોસુલ નજીક એક રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અમેરિકી સેનાએ એના વાહન પર હવાઇ હુમલો કર્યો હતો. એની સાથે અન્ય એક આતંકવાદી પણ ઠાર મરાયો છે. જેની ઓળખાણ આઇએસના મીડિયા સંચાલક અબુ અબ્દુલ્લાહ તરીકે થઇ છે.

પ્રાઇસે જણાવ્યું કે, અલ હયાલી શૂરા કાઉન્સિલનો વરિષ્ઠ સદસ્ય હતો અને આઇએસ સંગઠન અબુ બકર અલ બગદાદીનો ડાબો હાથ હતો. તે ઇરાક અને સીરિયા બંને જગ્યાએ સંગઠનનું સંચાલન કરતો હતો.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર અલ હયાલીનું મોત આઇએસ માટે મોટો ઝટકો છે. કારણ કે એ બાદ સંગઠનનું સંચાલન, નાણાકીય સંચાલન, મીડિયા સંચાલન અને જેહાદીઓના સંચાલનની કામગીરી પ્રભાવિત થશે.
First published: August 22, 2015, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading