નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર વિશ્વમાં ચીન (China)ની આકરી ટીકા થઈ ચૂકી છે. જોકે, આ દેશે હજુ સુધી વાયરસને લઈ યોગ્ય જાણકારી વિશ્વ સમજ રજૂ નથી કરી. વાયરસને ફેલાવવા માટે જ્યાં ચીન વુહાના (Wuhan) મીટ માર્કેટમાં મળનારા ચામાચીડિયાના માંસને જવાબદાર ઠેરવે છે, બીજી તરફ અનેક દેશોનું કહેવું છે કે આ વાયરસને ચોને પોતે લેબોરેટરીમાં તૈયાર કર્યો હતો. હવે યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (US State Department)ને કેટલાક અગત્યના દસ્તાવેજ મળ્યા છે. આ પેપર્સમાં લખેલી વાતો મુજબ કોરોના વાયરસ ફેલાવવો તે ચીનનો ત્રીજું વિશ્વ યુદ્ધ (Third World War) શરૂ કરવાનો હિસ્સો હતો. ચીન આ વાયરસના માધ્યમથી દુનિયાને નષ્ટ કરી પોતાનું એકહથ્થુ રાજ સ્થાપવા માંગતું હતું. તેની તૈયારી ચીને વર્ષ 2015થી કરી દીધી હતી.
જીતનું હથિયાર હતું કોરોના વાયરસ
અમેરિકાના ઇન્વેસ્ટિગેટર્સના હાથમાં ઘણા અગત્યના પુરાવા લાગ્યા છે જે સ્પષ્ટ કરી રહ્યા છે કે કોરોના વાયરસને ચીને જાણી જોઈને બનાવ્યો અને ફેલાવ્યો. પુરાવા અનુસાર 2015થી જ ચીન તેની તૈયારી કરી રહ્યું હતું. અનેક વાર એ વાતનો દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસને ચીનની લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો છે પરંતુ અઆ દેશ તે વાતને સ્વીકારવા તૈયાર નથી. હવે મળેલા પુરાવા બાદ ચીન ફરીથી દુનિયાના નિશાના પર આવી ગયું છે.
મળેલા દસ્તાવેજો મુજબ, ચીન એક એવું બાયોલોજિકલ હથિયાર તૈયાર કરી રહ્યું હતું જે દુનિયાના તાકાતવાન દેશોની મેડિકલ સિસ્ટમને ધ્વસ્ત કરી શકતું હતું. ધ ઓસ્ટ્રેલિયનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ચીન એક એવું હથિયાર બનાવી રહ્યું હતું જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ ન હોય. તેનો કોઈ તોડ ન હોય. દસ્તાવેજોમાં જોકે કોરોના વાયરસનું નામ લખેલું નથી પરંતુ તેમાં લખેલી વાતો તેની તરફ જ ઈશારો કરી રહી છે.
જો મળેલા દસ્તાવેજોની વાતોને જોડીએ તો તેમાં લખેલી દરેક વાત કોરોના વાયરસ તરફ ઈશારો કરે છે. જો આ સાચું છે તો ખરેખર ચીનની લેબોરેટરીમાં જ આ વાયરસને તૈયાર કરવામાં આવ્યો હતો. એ વાતના પુરાવા મળ્ય હતા કે ચીનની The Wuhan Institute of Virologyમાં વર્ષ 2002થી જ ચામાચીડિયાના સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા હતા. તેનાથી કેટલાક એવા વાયરસ બનાવવામાં આવ્યા હતા જે મનુષ્યના સેલ્સને ઇફેક્ટ કરી રહ્યા હતા. ત્યારબાદ પણ ચીન અટક્યું નહીં. કોરોના વાયરસ બનાવીને ચીને દુનિયાને તબાહીના માર્ગે ધકેલી જ દીધું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર