નવી દિલ્હીઃ લદાખ (Ladakh)ની ગલવાન ઘાટી (Galwan Valley)માં થયેલા હિંસક સંઘર્ષને લઈ એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન ઇન્ટેલિજન્સ મૂલ્યાંકન મુજબ, ગત સપ્તાહ ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર હુમલાનો આદેશ એક વરિષ્ઠ ચીની જનરલે આપ્યો હતો. આ ઘટનામાં બંને પક્ષની વચ્ચે હિંસક ઘર્ષણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. સંઘર્ષ બાદથી જ એશિયાના બે સૌથી મોટા દેશો વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે.
પશ્ચિમ થિએટર કમાન્ડરના જનરલ ઝાઓ જોંગ્કી અને સેનાના અન્ય દિગ્ગજ હજુ પણ પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને સેવા આપી રહ્યા છે. આ લોકોએ લદાખની ગલવાન ઘાટીમાં PLAને સૈન્ય ઓપરેશન કરવાની મંજૂરી આપી હતી. મૂલ્યાંકનથી પરિચિત એક સ્ત્રોતે નામ ન પ્રકાશિત કરવાની શરતે તેની જાણકારી આપી છે.
સૂત્રોએ જણાવ્યું કે, ઝાઓએ નવી દિલ્હી સહિત અમેરિકાના અન્ય સહયોગી આગળ ચીનના નબળા પડવાની ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓએ PLAની સૈન્ય ગતિવિધિનો આદેશ એટલા માટે આપ્યો જેથી ભારતને એક પાઠ ભણાવી શકાય.
મૂલ્યાંકનમાં ગત સપ્તાહે જે કંઈ થયું તેના વિશે ચીનના બાદના દાવાઓનું ખંડન કરવામાં આવ્યું છે. સાથોસાથ એ વાત તરફ પણ ઈશારો કરવામાં આવ્યો કે આ હિંસક ઘર્ષણ તણાવનું પરિણામ નથી, પરંતુ આ બીજિંગ દ્વારા ભારતને પોતાની તાકાતનો સંદેશ મોકલવાનો એક ઉદ્દેશ્યપૂર્ણ નિર્ણય હતો.
આ મૂલ્યાંકનમાં કહેવામાં આવ્યું કે બંને દેશોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા, જ્યારે 35 ચીની સૈનિક માર્યા ગયા. આ ઉપરાંત બંને પક્ષોએ એક-બીજાના એનક જવાનોને ઝડપી લીધા, પરંતુ બાદમાં મુક્ત કરી દીધા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર