Home /News /national-international /Howdy Modi ઇવેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે મોટી જાહેરાત કરશે!

Howdy Modi ઇવેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે મોટી જાહેરાત કરશે!

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મારા ખૂબ સારા સંબંધ છે

  વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ સંકેત આપ્યા છે કે તેઓ રવિવારે હ્યૂસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી (Howdy Modi) ઇવેન્ટમાં ભારત માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે 50,000 ભારતીય-અમેરિકો (Indian-Americans)ને સંબોધિત કરશે. અમેરિકામાં આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે. 'Howdy Modi' ઇવેન્ટમાં ભાગ લેવા માટે 8,000 લોકો હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં છે. આવું પહેલીવાર થશે કે યૂએસમાં કોઈ વિદેશી વડાપ્રધાન એક સાથે હજારો ઇન્ડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે.

  અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગટન ડીસીથી કેલિફોર્નિયા જતી વખતે એરફોર્સ વન પ્લેનમાં મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મારા ખૂબ સારા સંબંધ છે. શક્ય છે કે 'Howdy Modi'માં હું ભારત માટે કોઈ મોટી જાહેરાત કરીશ. આ પહેલીવાર હશે જ્યારે ટ્રમ્પ અને મોદી એક મંચ પર હશે. આ બંને નેતાઓની ત્રણ મહિનામાં ત્રીજ બેઠક હશે. આ પહેલા તેઓએ જૂનમાં જાપાનમાં જી-20 શિખર સંમેલન અને ગયા મહિને ફ્રાન્સમાં જી-7 શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી.

  શું છે Howdy Modi?

  'Howdy Modi' એક કોમ્યુનિટી ઇવેન્ટ છે. ટેક્સાસ ઈન્ડિયા ફોરમ (TIF) વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ ઇવેન્ટ આયોજિત કરી રહ્યું છે. 22 સપ્ટેમ્બર (રવિવારે) હ્યૂસ્ટનના એનઆરસી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યે તેનું આયોજન કરવામાં આવ્યું છે. Howdy શબ્દ અંગ્રેજી શબ્દ How Do You Doનું શોર્ટ ફોર્મ છે. સાઉથ વેસ્ટ યૂએસમાં આ શબ્દ ખૂબ પ્રચલિત છે.

  આ પણ વાંચો, USમાં PM મોદીના કાર્યક્રમને નિશાન બનાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

  'Howdy Modi' પોપ બાદ અમેરિકામાં કોઈ વિદેશી નેતા માટે આયોજિત થનારો સૌથી મોટી કાર્યક્રમ સાબિત થઈ શકે છે. TIF આ ઇવેન્ટમાં ભાગ લેનારા લોકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ શરૂ કરી ચૂક્યું છે. એક હજારથી વધુ સ્વયંસેવકો અને 650 વેલકમ પાર્ટનરો આ કાર્યક્રમની તૈયારીમાં લાગ્યા છે.

  આ ઇવેન્ટનું આયોજન કેમ થઈ રહ્યું છે?

  જાણકારો મુજબ, અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપિત ચૂંટણી યોજાવાની છે. ભારતીય મૂળના મતદારો ત્યાં મોટું અંત ઊભું કરી શકે છે. એવામાં દરેક મોદીની સાથે આવીને ભારતીય સમુદાયના મતદારોને આકર્ષવા માંગે છે.

  કોણ-કોણ થશે સામેલ?

  આ ઇવેન્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત 50થી વધુ અમેરિકાના સેનેટર્સ, ગવર્નર અને મોટા નેતાઓ પણ સામેલ થવાની આશા છે. રિપબ્લિકન પાર્ટીના સૌથી મોટા ચહેરાના રૂપમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે, તો બીજી તરફ ડેમોક્રેટિક તરફથી હિલેરી ક્લિન્ટન પણ આવી શકે છે.

  આ મુદ્દાઓ પર વાત થશે

  'Howdy Modi'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-અમેરિકા સંબંધ, દ્વિપક્ષીય વેપાર, સંસ્કૃતિ પર વાત કરી શકે છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી આતંકવાદ, ટેક્નોલોજી અને વૈશ્વિક અર્થવ્યવસ્થા વિશે પણ વાત કરી શકે છે.

  આ પણ વાંચો, PM મોદીની અમેરિકા યાત્રા માટે પાકિસ્તાને ન આપી એરસ્પેસ, ફગાવી ભારતની માંગ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Business, Deal, Donald trump, Howdy Modi, Texas, અમેરિકા, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन