નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave) ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દેશ (Corona Cases India)માં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ મોતનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં બ્રિટને (Britain) પહેલા ભારતની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે અમેરિકા (United states)એ ભારતને મદદ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકા ભારતને વેક્સીન ઉત્પાદન, ઑક્સીજનથી લઈને વેન્ટિલેટર સહિત દરેક સ્તરે મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે થયેલી વાતચીતમાં આ અંગે સહમતિ બની છે. વાતચીત દરમિયાન અમેરિકાએ ભારતીય કોરોના વેક્સીન કોવિશીલ્ડ માટે કાચો માલ આપવાની તૈયાર બતાવી છે.
રવિવારે અમેરિકાના NSA (National security advisor) જેક સુલિવન અને ભારતના NSA અજીત ડોભાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન અમેરિકાએ ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. ભારત અને અમેરિકામાં આજકાલ કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ છે. ભારત અને અમેરિકા વચ્ચે મેડિકલ ક્ષેત્રે સાત દાયકાથી સહયોગ રહ્યો છે. એવામાં બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ સંકટના સમયમાં એકબીજાનો સાથ આપવાની વાત કરી હતી. કોરોના મહામારીની શરૂઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી. હવે અમેરિકા ભારતની મદદ માટે સહમત થયું છે.
Just as India sent assistance to the United States as our hospitals were strained early in the pandemic, we are determined to help India in its time of need. https://t.co/SzWRj0eP3y
અમેરિકાએ આ દરમિયાન ઝડપથી ભારતને કોરોના સંક્ટ સામે લડાઈ લડવા માટે દરેક સંભવિત મદદ કરવાનો અને સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી બતાવી છે. અમેરિકા ભારતમાં બની રહેલી કોરોના વેક્સીન કોવિશીલ્ડના ઉત્પાદન માટે કાચો માલ આપવા માટે પણ તૈયાર છે. ભારતમાં કોરોના દર્દીઓની સારવાર માટે ફ્રન્ટ વર્કર્સની સુરક્ષા માટે અમેરિકા જરૂરી એવી પીપીઈ કીટ, ટેસ્ટિંગ કીટ, વેન્ટિલેટર્સ સહિતની વસ્તુઓ મોકલશે.
" isDesktop="true" id="1091211" >
અમેરિકા તાત્કાલિક ભારતને ઑક્સીજન ઉત્પાદન અને તેના પુરવઠા માટે જરૂરી સંશાધનો મોકલવા માટે પણ રાજી થયું છે. અમેરિકા ભારતની વેક્સીન નિર્માતા કંપનીને ફંડ આપવા માટે પણ તૈયાર થયું છે, જેનાથી કંપની 2022ના અંત સુધી એક અબજ ડોઝ બનાવી શકે. આ બેઠક દરમિયાન બંને દેશના NSA ભવિષ્યમાં પણ એકબીજાના સતત સંપર્કમાં રહેવા માટે તૈયાર થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર