Home /News /national-international /Russia Ukraine War: USએ યુરોપમાં સૈન્ય એકત્રીકરણ વધાર્યું, સૈનિકોની સંખ્યા એક લાખને પાર

Russia Ukraine War: USએ યુરોપમાં સૈન્ય એકત્રીકરણ વધાર્યું, સૈનિકોની સંખ્યા એક લાખને પાર

અમેરિકાએ યુરોપમાં સૈન્ય એકત્રીકરણ વધાર્યું

છેલ્લા બે મહિનામાં યુરોપમાં અમેરિકાની હાજરી લગભગ 80,000 સૈનિકોથી વધીને લગભગ 100,000 થઈ ગઈ છે. તે લગભગ 1997 માં હતું તેવું જ છે જ્યારે યુએસ અને તેના નાટો સહયોગીઓએ ગઠબંધનનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું હતું,

Russia Ukraine Conflict Update: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને (Russia-Ukraine War) 21 દિવસ થઈ ગયા છે. અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો બાદ પણ રશિયા યુદ્ધ રોકવા તૈયાર નથી. વ્લાદિમીર પુતિને રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં કાર્યવાહી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન (Joe Biden) ઉપરાંત તેમણે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન, ડિફેન્સ મિનિસ્ટર લોયડ ઓસ્ટિન અને પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ પછી, અમેરિકાએ યુરોપમાં સૈન્ય દળોની ગતિ વધારી છે.

છેલ્લા બે મહિનામાં યુરોપમાં અમેરિકાની હાજરી લગભગ 80,000 સૈનિકોથી વધીને લગભગ 100,000 થઈ ગઈ છે. તે લગભગ 1997 માં હતું તેવું જ છે જ્યારે યુએસ અને તેના નાટો સહયોગીઓએ ગઠબંધનનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું હતું,

આ પણ વાંચો - Russia-Ukraine War: રશિયન સેનાએ મેરીયુપોલના 400 લોકોને બંધક બનાવ્યા હોવાનો યુક્રેનનો દાવો

રશિયા સામે યુક્રેનને હથિયાર આપશે


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું- રશિયા સામે યુક્રેનને હથિયાર આપવામાં આપશે. યુક્રેનિયન શરણાર્થીઓને યુએસમાં જવાની મંજૂરી આપવામાં આવશે. પૈસા, ખોરાક અને અન્ય માનવતાવાદી સહાય પણ મોકલશે.' બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ મંગળવારે કેનેડાની સંસદને સંબોધિત કરી. આ દરમિયાન જણાવવામાં આવ્યું કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 97 બાળકોના મોત થયા છે.

આ પણ વાંચો - Hijab: હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયથી ઓવૈસી અસહમત, કહ્યું- આ નિર્ણય ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે

યુક્રેનના મોટાભાગના શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા


યુદ્ધની વચ્ચે યુક્રેનના મોટાભાગના શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. બોમ્બ ધડાકા અને મિસાઈલથી ખેરસન, ખાર્કિવ, મેરીયુપોલ, ઈરપિન જેવા મોટા શહેરોમાં ઈમારતોને નુકસાન થયું. ખંડેર મકાનો, શાળાઓ અને હોસ્પિટલો દેખાય છે. રશિયન સૈનિકો હવે કિવ પર પણ સતત દબાણ કરી રહ્યા છે.

આ સિવાય રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ભયંકર યુદ્ધ ચાલી રહ્યુ છે.  મંગળવારે યુક્રેનની સેનાએ ખેરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રશિયન સેના પર મોટી સ્ટ્રાઈક કરી હતી. યુક્રેનિયન સૈનિકોએ એરપોર્ટ પર 3 રશિયન લશ્કરી હેલિકોપ્ટરનો નાશ કર્યો. સેટેલાઇટ ઇમેજમાં એરપોર્ટ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે, જેમાં કેટલાય હેલિકોપ્ટરમાં આગ લાગી છે.
First published:

Tags: Joe biden, Russia, Russia ukraine war, Ukraine, Ukraine crisis, Vladimir putin