Home /News /national-international /Coronavirus In India: US પ્રમુખ બાઇડન બોલ્યા- ભારતે જે રીતે કોરોના સંકટમાં અમારી મદદ કરી હતી, અમે એવી જ રીતે મદદ કરીશું
Coronavirus In India: US પ્રમુખ બાઇડન બોલ્યા- ભારતે જે રીતે કોરોના સંકટમાં અમારી મદદ કરી હતી, અમે એવી જ રીતે મદદ કરીશું
ફાઇલ તસવીર.
Coronavirus In India: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને ઉપ-પ્રમુખ કમલા હેરિસે ભારત અને તેમના લોકોને મદદ કરવાનં આશ્વાસન આપ્યું છે.
વૉશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) અને ઉપ-પ્રમુખ કમલા હેરિસે ભારત અને દેશના નાગિરકોની કોવિડની બીજી લહેર (Coronavirus second wave) વચ્ચે મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. અમેરિકાના શીર્ષ નેતૃત્વ તરફથી આ મામલે ટ્વીટ (Tweet) કરવામાં આવ્યું છે. જો બાઇડને ટ્વીટ કરીને લખ્યું છે કે, અમેરિકા (United states) કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે ઉપયોગી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરું પાડતું રહેશે. બાઇડને ટ્વીટ કર્યું છે કે, "જેવી રીતે ભારતે ખરા સમયે કોરોના સંકટમાં અમેરિકાની મદદ કરી હતી તેવી જ રીતે અમે ભારતની મદદ કરવા માટે દ્રઢ છીએ."
જો બાઇડન ઉપરાંત અમેરિકાના ઉપ-પ્રમુખ કમલા હેરિસે (US Vice President Kamala Harris) પણ ટ્વીટ કરીને ભારતને મદદની ખાતરી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, "મદદની સાથે સાથે અમે ભારતના નાગરિકો અને ખાસ કરીને સાહસિક સ્વાસ્થ્યકર્મીઓ માટે પ્રાર્થના કરીએ છીએ." ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે અમેરિકાના શીર્ષ નેતૃત્વ તરફથી આ પ્રથમ પ્રતિક્રિયા છે. ઉપ-વિદેશ મંત્રી વેન્ડી શરમને કહ્યું છે કે, તેઓ આ મુદ્દે હાલના દિવસોમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધૂના સંપર્કમાં છે.
Just as India sent assistance to the United States as our hospitals were strained early in the pandemic, we are determined to help India in its time of need. https://t.co/SzWRj0eP3y
બ્રિટન બાદ અમેરિકાએ ભારતને વેક્સીન ઉત્પાદન, ઑક્સીજનથી લઈને વેન્ટિલેટર સહિત દરેક સ્તરે મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે થયેલી વાતચીતમાં આ અંગે સહમતિ બની છે. વાતચીત દરમિયાન અમેરિકાએ ભારતીય કોરોના વેક્સીન કોવિશીલ્ડ માટે કાચો માલ આપવાની તૈયાર બતાવી છે.
The U.S. is working closely with the Indian government to rapidly deploy additional support and supplies during an alarming COVID-19 outbreak. As we provide assistance, we pray for the people of India—including its courageous healthcare workers.
રવિવારે અમેરિકાના NSA (National security advisor) જેક સુલિવન અને ભારતના NSA અજીત ડોભાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન અમેરિકાએ ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. ભારત અને અમેરિકામાં આજકાલ કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ છે. ભારત અને અમેરિકા વચ્ચે મેડિકલ ક્ષેત્રે સાત દાયકાથી સહયોગ રહ્યો છે. એવામાં બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ સંકટના સમયમાં એકબીજાનો સાથ આપવાની વાત કરી હતી. કોરોના મહામારીની શરૂઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી. હવે અમેરિકા ભારતની મદદ માટે સહમત થયું છે.
અમેરિકાએ આ દરમિયાન ઝડપથી ભારતને કોરોના સંક્ટ સામે લડાઈ લડવા માટે દરેક સંભવિત મદદ કરવાનો અને સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી બતાવી છે. અમેરિકા ભારતમાં બની રહેલી કોરોના વેક્સીન કોવિશીલ્ડના ઉત્પાદન માટે કાચો માલ આપવા માટે પણ તૈયાર છે. ભારતમાં કોરોના દર્દીઓની સારવાર માટે ફ્રન્ટ વર્કર્સની સુરક્ષા માટે અમેરિકા જરૂરી એવી પીપીઈ કીટ, ટેસ્ટિંગ કીટ, વેન્ટિલેટર્સ સહિતની વસ્તુઓ મોકલશે.
અમેરિકા તાત્કાલિક ભારતને ઑક્સીજન ઉત્પાદન અને તેના પુરવઠા માટે જરૂરી સંશાધનો મોકલવા માટે પણ રાજી થયું છે. અમેરિકા ભારતની વેક્સીન નિર્માતા કંપનીને ફંડ આપવા માટે પણ તૈયાર થયું છે, જેનાથી કંપની 2022ના અંત સુધી એક અબજ ડોઝ બનાવી શકે. આ બેઠક દરમિયાન બંને દેશના NSA ભવિષ્યમાં પણ એકબીજાના સતત સંપર્કમાં રહેવા માટે તૈયાર થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર