શિયાળામાં ફરી તાંડવ મચાવી શકે છે Coronavirus, અમેરિકન વિશેષજ્ઞોએ વ્યક્ત કરી આશંકા

News18 Gujarati
Updated: May 21, 2020, 9:35 PM IST
શિયાળામાં ફરી તાંડવ મચાવી શકે છે Coronavirus, અમેરિકન વિશેષજ્ઞોએ વ્યક્ત કરી આશંકા
શર્દીઓમાં ફરી સંક્રમણ ફેલાવવાની આશંકા

સંકટ વધી જશે જ્યારે કોવિડ-19 અને અન્ય ઋતુના ફ્લૂનો ખતરો એક સાથે સામે આવી જશે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ આ સમયે પૂરી દુનિયામાં કહેર વરસાવી રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના 51.24 લાખથી વધારે મામલા સામે આવી ચુક્યા છે. સાથે જ 33 હજારથી વધુ મોત થયા છે. તેની વેક્સિન અત્યાર સુધી હજુ બનાવી નથી શકાઈ. આ બધા વચ્ચે અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીએ આશંકા વ્યક્ત કરી છે કે, શર્દીઓમાં કોરોના વાયરસનો પ્રકોપ એકવાર ફરી અમેરિકા પર મંડરાઈ શકે છે. એવામાં જો કોરોના ફરી ફેલાય તો પૂરી દુનિયામાં ફરી ખતરામાં પડી શકે છે.

ફાયનાન્શિયલ ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર, અમેરિકાની સરકારી સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)ના પ્રમુખ ડોક્ટર રોબર્ટ રેડફિલ્ડે કહ્યું કે, જે પ્રકારે દક્ષિણ ગોળાર્ધમાં કોવિડ-19ના મામલા ઝડપથી વધી રહ્યા છે. તેનાથી એજ આશંકા છે કે, શરદીની ઋતુમાં અમેરિકામાં કોરોના ફરી ચરમસીમા પર પાછો આવી શકે છે.

અમેરિકન સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે, અમેરિકાએ આગામી કેટલાક મહિનામાં આ મહામારીની ઓળખ કરવાની ક્ષમતા વધારવી પડશે. જો આવું ન થયું તો, ત્યારે સંકટ વધી જશે જ્યારે કોવિડ-19 અને અન્ય ઋતુના ફ્લૂનો ખતરો એક સાથે સામે આવી જશે.

ડો. રોબર્ટે કહ્યું કે, અમે આ વાતના પ્રમાણ જોયા છે કે તે પહેલા ફ્લૂની જેમ દક્ષિણ ગોળાર્ધમાં જશે, જેમ કે હાલમાં તે બ્રાઝિલમાં છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેનો પ્રકોપ પૂરો થશે તો મને આશંકા છે કે, તે ફરી ઉત્તરી ગોળાર્ધ તરફ આગળ વધશે.

ડો. રોબર્ટે કહ્યું કે, કોરોના વાયરસે અમેરિકાને ઘુંટણ પર લાવી દીધુ છે. સચ્ચાઈ એ છે કે, આ કોઈ એક વ્યક્તિનો દોષ નથી. અમેરિકા કેટલાક વર્ષથી આ પ્રકારના સંકટ માટે તૈયાર ન હતું.

અમેરિકન રક્ષા મંત્રાલયના મુખ્ય પેન્ટાગનના દસ્તાવેજો અનુસાર કહેવામાં આવ્યું છે કે, 2021માં જૂન-જૂલાઈ મહિના સુધી કોરોના વેક્સિન ઉપલબ્ધ નહીં થઈ શકે. તો આ બાજુ આશંકા છે કે, કોરોના એકવાર ફરી ગંભીર રીતે ફેલાઈ શકે છે. અમેરિકન સેનાના લીક દસ્તાવેજોથી આ ખૂલાસો થયો છે. જોકે, આ નીવેદનની અધિકારીક પુષ્ટી નથી થઈ શકી.
First published: May 21, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading