...તો શું બગદાદી હણાયો? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટથી દુનિયાભરમાં ખળભળાટ

News18 Gujarati
Updated: October 27, 2019, 1:28 PM IST
...તો શું બગદાદી હણાયો? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટથી દુનિયાભરમાં ખળભળાટ
આઈએસઆઈએસ ચીફ અબૂ બકર અલ-બગદાદી (ફાઇલ તસવીર)

ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કર્યુ ત્યારબાદથી જ દુનિયાભરમાં અટકળોનું બજાર ગરમ છે

  • Share this:
વૉશિંગટન : અમેરિકન સેના (American Army)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે શનિવારે ઉત્તર પશ્ચિમ સીરિયાના એક હુમલામાં અમેરિકન સેનાએ આઈએસઆઈએસ ચીફ અબૂ બકર અલ-બગદાદી (Abu Bakr Al-Baghdadi)ને નિશાન બનાવ્યો. CNN મુજબ, અધિકારીએ કહ્યુ કે, CIAએ આઈએસઆઈએસ ચીફની ભાળ મેળવવામાં સહાયતા કરી.

આ પહેલા વ્હાઇટ હાઉસે જાણકારી આપી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)રવિવાર (અમેરિકાના સમય મુજબ) સવારે 9 વાગ્યે એક મોટી જાહેરાત કરવાના છે. આ વાતની જાણકારી વ્હાઇટ હાઉસના ઉપ પ્રેસ સચિવ હોગન ગિદલે આપી.

આતંકવાદી સમૂહનો નેતા બગદાદી છેલ્લા પાંચ વર્ષથી છુપાયેલો છે. એપ્રિલમાં આઈએસઆઈએસ મીડિયા વિંગ અલ-ફુરકાન દ્વાા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિને બગદાદી તરીકે દર્શાવવામાં આવ્યો હતો. પહેલીવાર હતું જ્યારે જુલાઈ 2014 બાદથી બગદાદીને જોવામાં મળ્યો છે, જ્યારે તેણે મોસુલમાં ગ્રેટ મસ્જિદમાં વાત કરી હતી.ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ રવિવાર સવારે (અમેરિકાના સમય મુજબ શનિવાર સાંજે) એક ટ્વિટ કર્યુ. ત્યારબાદથી જ દુનિયાભરમાં અટકળોનું બજાર ગરમ છે.

ફૉક્સ ન્યૂઝે કર્યા આ દાવો

અમેરિકાની સમાચાર સંસ્થા ફૉક્સ ન્યૂઝ મુજબ, સૂત્રોએ જાણકારી આપી છે કે કથિત રીતે આઈએસઆઈએસ અબુ બકર અલ-બગદારીનું મોત થઈ ચૂક્યું છે. ફૉક્સ ન્યૂઝ મુજબ, તેની પુષ્ટિ હજુ સધી અમેરિકાની સેનાએ નથી કરી.

ફૉક્સ ન્યૂઝ મુજબ, ન્યૂઝવીકે શનિવાર મોડી રાત્રે સમાચાર આપ્યા કે એક વિશેષ ઑપરેશન મિશન દરમિયાન બગદાદી માર્યો ગયો. આ ઑપરેશનને રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગભગ એક સપ્તાહ પહેલા મંજૂરી આપી હતી. આ પહેલા પણ બગદાદી માર્યો ગયો હોવાના અહેવાલ આવી ચૂક્યા છે. તે સમયે અમેરિકાની પુષ્ટિ નહોતી થઈ શકી.

First published: October 27, 2019, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading