Home /News /national-international /US Visa: ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકન સરકારનો મોટો નિર્ણય, આ વર્ષે વિઝા માટે પર્સનલ ઈન્ટરવ્યુમાંથી છૂટ મળશે
US Visa: ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકન સરકારનો મોટો નિર્ણય, આ વર્ષે વિઝા માટે પર્સનલ ઈન્ટરવ્યુમાંથી છૂટ મળશે
યુએસએ વિદ્યાર્થીઓ અને કામદારો સહિત ઘણા વિઝા અરજદારો માટે ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાની જરૂરિયાત હળવી કરી છે. (ફાઇલ ફોટો)
No In-person interview for US Visa: અમેરિકા (America)એ વિદ્યાર્થી (Indian Student)ઓ અને કામદારો સહિત ઘણા વિઝા (US Visa)અરજદારો માટે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ભારતમાં તેના દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાની જરૂરિયાત હળવી કરી છે.
અમેરિકા વિદેશ વિભાગનાં આ નિર્ણય થી ભારતનાં તે લોકોને રાહત મળશે જે લોકો ત્યાં જઇને કામ કરે છે અથવા ત્યાં પહોંચીને કામ કરવા માંગે છે સાથે જ ભારતથી અભ્યાસ અર્થે અમેરિકા જવા માગતા વિદ્યાર્થીઓ માટે પણ અ અમેરિકન સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. અમેરિકા (America)એ વિદ્યાર્થી (Indian Student)ઓ અને કામદારો સહિત ઘણા વિઝા (US Visa)અરજદારો માટે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ભારતમાં તેના દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાની જરૂરિયાત હળવી કરી છે. અમેરિકાના એક વરિષ્ઠ રાજદ્વારીએ ભારતીય સમુદાયના નેતાઓને આ માહિતી આપી. જે અરજદારોને મુક્તિ આપવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓ (F, M અને શૈક્ષણિક J વિઝા), કામદારો (H-1, H-2, H-3 અને વ્યક્તિગત L વિઝા), સંસ્કૃતિ અને અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો (O, P અને Q વિઝા) નો સમાવેશ થાય છે.
દક્ષિણ એશિયાના સમુદાયના નેતા અને યુએસ પ્રમુખ જો બાઇડેનના એશિયન અમેરિકનોના સલાહકાર અજય જૈન ભુટોરિયાએ દક્ષિણ મધ્ય એશિયાના સહાયક રાજ્ય સચિવ ડોનાલ લુ સાથે મુલાકાત કર્યા પછી જણાવ્યું હતું કે વિઝા અરજદારોને આ સમર્થનની ખૂબ જ જરૂર છે. તે અમારા મિત્રો અને નજીકના પરિવારના સભ્યો માટે ખૂબ જ મદદરૂપ થશે અને તેમની ઘણી ચિંતાઓ અને અસુવિધાઓ દૂર થશે.
નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ અનુસર, નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી અને તેના ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાંના વાણિજ્ય દૂતાવાસની વેબસાઈટ પર પ્રકાશિત નોટિસ અનુસાર પાત્રતા ધરાવતા અરજદારોને ઇન્ટરવ્યૂ મુક્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા 2020 માટે 20,000થી વધુ 'વધારાની છૂટ (ડ્રૉપબૉક્સ) એપોઇન્ટમેન્ટ' જારી કરશે.
અમેરિકામાં લગભગ 2.50 લાખ લોક અમેરિકામાં ગેસ્ટ વર્કર તરીકે ગ્રીન કાર્ડ પર રહે છે. અને લગભગ 2 લાખથી વધુ લોકો એચ-1બી વીઝા પર અમેરિકામાં કામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર