Home /News /national-international /

અમેરિકામાં તોડાયું આર્થિક સંકટ : 'શટ ડાઉન' થઇ સરકાર!

અમેરિકામાં તોડાયું આર્થિક સંકટ : 'શટ ડાઉન' થઇ સરકાર!

    અમેરિકામાં ભારે આર્થિક સંકટ ઉભું થયું છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યાની પ્રથમ વર્ષગાંઠે 'શટ ડાઉન' ની ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. સરકારી ખર્ચને લગતા એક મહત્વપૂર્ણ આર્થિક પ્રસ્તાવ ઉપર સાંસદોની મંજૂરી પ્રાપ્ત ન થતા અહીં સરકારને 'શટ ડાઉન' કરવાની ફરજ ઉભી થઇ છે. તેનો મતલબ એ થાય કે, હવે અહીંયા ઘણા સરકારી વિભાગો બંધ કરવા પડશે અને લાખોકર્મચારીઓને પગાર વગર જ ઘરે બેસવું પડશે.

    મૂળ વાત એમ છે કે, અમેરિકામાં 'એન્ટી ડેફીસીઅન્સી એક્ટ' લાગેલો છે. જેમાં ફંડની ઘટ હોવાથી દેશની એજન્સીઓએ તેમનું કામકાજ રોકવું પડ્યું છે. બીજી તરફ સરકાર નાણાકીય ફંડની અછતને પુરી કરવા એક સ્ટોપ-ગેપ ડીલ લાવી હતી. આ ડીલને અમેરિકાની પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં પારીત કરાવવી આવશ્યક હતી. આ બિલ (જે ડીલના સ્વરૂપે હતું) તે પ્રતિનિધિ સભામાં તો પાસ થઇ ગયું પરંતુ સેનેટમાં અટકી ગયું.

    જો કે અમૅરિકાના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના નથી જ્યાં સરકારને 'શટ ડાઉન' સામે લડવું પડ્યું હોય. આ પહેલા ઓકોટબેર,2013માં બરાક ઓબામા જયારે રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ બે સપ્તાહ સુધી તમામ સરકારી સંસ્થાઓને બંધ કરવાની નોબત આવીહતી. આ કારણે 8 લાખ કર્મચારીઓને વિના વેતન ઘરે બેસવું પડ્યું હતું. આ પૂર્વે 1981, 1984, 1990 અને 1995-96માં પણ શટ ડાઉનની પરિસ્થિતિ ઉભી થઇ ચુકી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Donald trump, Shutdown, US, અમેરિકા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन