Home /News /national-international /USએ પાકિસ્તાનને F-16ના રિપેરિંગ માટેનું પેકેજ આપતા ભારત નારાજ, સખ્ત વિરોધ વ્યકત કર્યો

USએ પાકિસ્તાનને F-16ના રિપેરિંગ માટેનું પેકેજ આપતા ભારત નારાજ, સખ્ત વિરોધ વ્યકત કર્યો

પાકિસ્તાનના F-16 વિમાનોને અમેરિકા પાસેથી રિપેરિંગ માટેનું પેકેજ મળ્યું.

અમેરિકાએ ભારતને કહ્યાં વગર જ પાકિસ્તાનને F-16ના રિપેરિંગ માટે 45 કરોડ ડોલરનું ‘સસ્ટેનમેન્ટ પેકેજ’ આપતા ભારતે વિરોધ કર્યો છે. આ વિરોધ અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેયર્સ ડોનાલ્ડ લૂ અંગે વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નિર્ણયના ટાઈમિંગ પર પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતને કહ્યાં વગર જ પાકિસ્તાનને F-16ના રિપેરિંગ માટે 45 કરોડ ડોલરનું ‘સસ્ટેનમેન્ટ પેકેજ’ આપતા ભારતે વિરોધ કર્યો છે. આ વિરોધ અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેયર્સ ડોનાલ્ડ લૂ અંગે વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નિર્ણયના ટાઈમિંગ પર પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારત સરકારનું માનવું છે કે આ નિર્ણયની પરસ્પર વધી રહેલા સંબંધો પર કોઈ જ અસર થશે નહિ. જોકે તેનાથી આ સંબંધોમાં થોડી અસહજતા જરૂર સર્જાશે. કારણ કે અમેરિકાએ આ નિણય અંગે ભારતને પહેલા જાણ કરી નહોતી. તેની ભારતની સુરક્ષા પર ગંભીર અસર થાય છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને વર્ષ 2018માં આ મદદને અટકાવી હતી

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનને આપવામાં આવનારી આ મદદને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને 2018માં રોકી દીધી હતી. જોકે જો બાઈડન પ્રશાસને આ નિર્ણયને બદલ્યો હતો. આ જાહેરાત એવા સમયમાં કરવામાં આવી જ્યારે ભારત અમેરિકાના અધિકારીઓની મેજબાની કરી રહ્યું હતું. જેમાં લૂ પોતે સામેલ હતા. અમેરિકાએ જ્યારે તેની જાહેરાત કરી ત્યારે યુએસ-ઈન્ડિયા ટૂ પ્લસ ટૂની ઈન્ટરસેશનલ મીટિંગ અને મેરીટાઈમ સિક્યોરિટી ડાયલોગ ચાલી રહ્યો હતો. આ મુદ્દાને ખૂબ જ કડક રીતે લૂની સાથે ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખશે.

    ભારત-અમેરિકાનો ટૂ પ્લસ ટૂ ડાયલોગ 7 સપ્ટેમ્બર થયો હતો

    અમેરિકાએ કહ્યું છે કે નવા મેન્ટેનન્સ પકેજમાં નવી ક્ષમતાઓ, હથિયાર કે કોઈ દારૂગોળો સામેલ નહિ હોય. ભારત અને અમેરિકાનો ટૂ પ્લસ ટૂ ડાયલોગ 7 સપ્ટેમ્બરે થયો હતો. જ્યારે આ બેઠક ચાલી રહી હતી ત્યારે જ અમેરિકાએ કોંગ્રેસના એક પ્રસ્તાવને મંજરૂી આપી દીધી, જેમાં પાકિસ્તાનના F-16 વિમાનોને રિપેરિંગ માટેનું પેકેજ સામેલ હતું. અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ વિરોધી ગતિવિધીઓમાં એક મોટું સહયોગી છે. અગાઉથી ચાલતી આવી રહેલી નીતિ મુજબ, અમેરિકા વેચવામાં આવેલા હથિયારોના રિપેરિંગ માટે કામ કરશે.

    પાકિસ્તાને તાલિબાનીઓના આરોપને ફગાવ્યા

    ભારતનું માનવું છે કે પાકિસ્તાનના F-16ના કાફલાનું લક્ષ્ય ભારત છે. ભલે તેમાંથી કેટલાક વિમાન હાલ સંચાલનમાં નથી. ભારતને એ વાત પર પણ અચરજ છે કે ચીન સાથે પોતાના રક્ષા સંબંધોમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂક્યા વગર પાકિસ્તાનને આ પ્રકારનું અમેરિકાનું સમર્થન કઈ રીતે મળી રહ્યું છે. એવી અટકળો છે કે અલકાયદાના નેતા અયમાન અલ જવાહિરીને મારવા માટે પાકિસ્તાને ઘણા હવાઈ વિસ્તારોના ઉપયોગને મંજૂરી આપી હતી. આ કારણે પાકિસ્તાનને અમેરિકાએ આ પેકેજ આપ્યું છે. જોકે પાકિસ્તાન તાલિબાનના આ આરોપથી હમેશાં ઈન્કાર કરતું આવ્યું છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Isis terrorist, Pakistan Air Force, Pakistan Army

    विज्ञापन
    विज्ञापन