Home /News /national-international /

પાકને લાગ્યો મોટો ફટકો, USએ રોકી 1.15 અરબ ડોલરની સુરક્ષા મદદ

પાકને લાગ્યો મોટો ફટકો, USએ રોકી 1.15 અરબ ડોલરની સુરક્ષા મદદ

અમેરિકાએ પાકિસ્તાન પર કડક કાર્યવાહી કરતાં તેને મળતી 1.15 અરબ ડોલરથી વધારેની દરેક રીતની સુરક્ષા મદદ રોકી દીધી છે. અમેરિકન વિદેશ વિભાગ તરફથી ગુરૂવારે આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈસ્લામાબાદ જ્યાર સુધી અફઘાનિસ્તાન, તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવા આતંકી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરીને તેમના વિરૂદ્ધ નિર્ણાયક પગલા ભરશે નહી ત્યાર સુધી મદદ આપવામાં આવશે નહી. આ પહેલા અમેરિકાએ 255 મિલિયન ડોલરની સુરક્ષા પણ રોકી દીધી હતી.

આ રકમમાં નાણાવર્ષ 2016 માટે વિદેશી લશ્કરી અનુદાન(એફએમએફ)માં આપવામાં આવેલા 25 કરોડ 50 લાખ ડોલરની રકમ સામેલ છે, જેને કોંગ્રેસે અનિવાર્ય બનાવી દીધી છે. તે ઉપરાંત ડિફેન્સ મંત્રાલયે નાણાવર્ષ 2017 માટે પાકિસ્તાનને આપવામાં આવેલી ગઠબંધન સહાયતા ફંડ (સીએસએફ) 90 કરોડ ડોલર પર રોક લગાવી દીધી છે.

ટ્રમ્પે પાક પર લગાવ્યો હતો જૂઠ બોલવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ

આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના દિવસે જ પાકિસ્તાનને આડે હાથ લઈ લેતા તેના પર જુઠ બોલવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું હતું કે, હવે તેને મદદ કરવામાં આવશે નહી. ટ્રંપની આ ફટકાર બાદ અમેરિકાએ ઈસ્લામાબાદને આપવામાં આવતી 255 મિલિયન ડોલરની સુરક્ષા સહાયતા બંધ કરવાની જાહેરાત કરી હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક જાન્યુઆરીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમેરિકાએ મુર્ખતાપૂર્ણ રીતે પાછલા 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 અરબ ડોલરની મદદ કરી છે, પરંતુ પાકે તેના બદલામાં અમને જૂઠ અને છળકપટ સિવાય કંઈ આપ્યું નથી. અમારા નેતાઓને બેવકૂફ સમજવામાં આવ્યા. તેઓ આતંકીઓને સુરક્ષા અને આશ્રય આપતા રહ્યાં અને અમે અફઘાનિસ્તાનમાં ભટકતા રહ્યાં, હવે વધુ નહી.

પાકિસ્તાને ટ્રંપની ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ આરોપના કારણે બંને દેશો વચ્ચેના વિશ્વાસને મોટો ફટકો લાગ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાન પાસે પર્યાપ્ત કારણે છે કે, તેઓ અમેરિકા પર વિશ્વાસ ના કરે, તેમને કહ્યું કે, અમે પોતાના સન્માનને લઈને કોઈ જ બાંધછોડ કે કરાર કરવા માટે તેયાર નથી.
First published:

Tags: Donald trump, Donald Trump Tweets, Us freezes over 1.15 billion security assistance to pakistan, USA, પાકિસ્તાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन