અમેરિકાના હુમલામાં માર્યો ગયો અલ કાયદાનો નેતા કાસિમ અલ-રેમી, ટ્રમ્પે રાખ્યું હતું 71 કરોડનું ઈનામ

News18 Gujarati
Updated: February 7, 2020, 9:03 AM IST
અમેરિકાના હુમલામાં માર્યો ગયો અલ કાયદાનો નેતા કાસિમ અલ-રેમી, ટ્રમ્પે રાખ્યું હતું 71 કરોડનું ઈનામ
કાસિમ અલ રેમીની ફાઇલ તસવીર

કાસિમ અલ-રેમી જેહાદી સંગઠન અલ-કાયદા ઇન અરબ પેનિનસુલાનું નેતૃત્વ 2015થી કરી રહ્યો હતો

 • Share this:
વૉશિંગટન : અમેરિકાએ યમનમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન અરબ પેનિનસુલા (Al-Qaeda in the Arabian Peninsula - AQAP)ના નેતા કાસિમ અલ રેમી (Qassim al Rimi)ને મારી નાખ્યો છે. વ્હાઈટ હાઉસ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી. કાસિમ અલ રેમી વિશે જાણકારી આપનારાને ટ્રમ્પે 10 મિલિયન ડૉલર એટલે કે લગભગ 71 કરોડનું ઈનામ જાહેર કર્યું હતું. સાથોસાથ અમેરિકાના હુમલામાં અલ-કાયદા નેતા અયમાન અલ-જવાહિરી પણ માર્યો ગયો છે. કાસિમ અલ રેમી, જેહાદી સંગઠન અલ-કાયદા ઇન અરબ પેનિનસુલાનું નેતૃત્વ 2015થી કરી રહ્યો હતો.

હાલના દિવસોમાં આ ત્રીજો પ્રસંગ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પર નિશાન સાધતાં ત્રણ લોકોને મારી નાખ્યા છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં અમેરિકાએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પ્રમુબ અબૂ બકર અલ બગદાદીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પે ઈરાનની કુદ્સ ફોર્સના વડા રહેલા કાસિમ સુલેમાનીને બગદાદમાં મારી નાખ્યા હતા.

કાસિમ અલ રેમી કોણ હતો?

>> નોંધનીય છે કે, કાસિમ અલ રેમી ટ્રમ્પના નિશાના પર લાંબા સમયથી હતો. જાન્યુઆરી 2017માં યમનમાં અલ-કાયદાના પરિસર પર અમેરિકન સેનાએ છાપેમારી કરી હતી. આ દરમિયાન અમેરિકાના કેટલાક સૈનિકોના પણ મોત થયા હતા. પરંતુ અલ-રેમી આ હુમલામાં બચી ગયો હતો. બાદમાં તેણે 11 મિનિટનો એક વીડિયો જાહેર કરતાં ટ્રમ્પ પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેમને જોરદાર તમાચો માર્યો છે.

>> ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ અલ-રેમીએ 18 મિનિટનો એક વીડિયો જાહેર કરતાં નેવી બેઝ પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. આ ફાયરિંગમાં હુમલાખોર સહિત 4 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત સુરક્ષાદળો સાથે જોડાયેલા 9 અધિકારી પણ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો, રનવેથી લપસતાં પ્લેનના 3 ટુકડા થયા અને અચાનક લાગી આગ, અંદર બૂમો પાડી રહ્યા હતા મુસાફરો
First published: February 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,144

   
 • Total Confirmed

  1,682,220

  +78,568
 • Cured/Discharged

  375,093

   
 • Total DEATHS

  101,983

  +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres