MDH સંભાર મસાલા અંગે મોટો ખુલાસો, અમેરિકામાં ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા

યૂએસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી (USFDA)એ પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, MDHની આ બ્રાન્ડને સર્ટિફાઇડ લેબમાં તપાસ કરી હતી. જે દરમિયાન સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોવાની જાણકારી મળી.

News18 Gujarati
Updated: September 11, 2019, 8:40 PM IST
MDH સંભાર મસાલા અંગે મોટો ખુલાસો, અમેરિકામાં ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા
કંપનીના સંભાર મસાલાની તસવીર
News18 Gujarati
Updated: September 11, 2019, 8:40 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : તૈયાર મસાલા ઉત્પાદક કંપની MDH અંગે અમેરિકાથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના એક રિટેલ ડિસ્ટ્રીબ્યૂટરે પોતાની સ્ટોરમાંથી MDH મસાલાના ત્રણ પ્રકારના લોટને દૂર કરવાની નોબત આવી છે. કંપનીના સંભાર મસાલામાથી 'સાલ્મોનેલા'નામના ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા છે. યૂએસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી (USFDA)એ પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, MDHની આ બ્રાન્ડને સર્ટિફાઇડ લેબમાં તપાસ કરી હતી. જે દરમિયાન સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોવાની જાણકારી મળી. તેમણે આગળ કહ્યું કે FDAએ આ મામલે ત્યારે તપાસ કરવાનું શરૂ કર્યું જ્યારે તેમણે જાણકારી મળી કે બજારમાં એવા કેટલાક પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમા સાલ્મોનેલા બેક્ટેરિયા છે.

રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, આ બીમારીના શરૂઆતના લક્ષણોમાં ઝાડા, પેટમાં મરોડ સહિત 12 થી 72 કલાકમાં ખુબ જ તાવ પણ આવી શકે છે. તમને જણાવી દઇએ કે, પહેલા પણ અમેરિકામાં એમ.ડી.એચ મસાલાઓ પર સવાલો ઉદ્ભવી ચૂક્યા છે. અત્યાર સુધી એ વાતની પુષ્ટી થઇ શકી નથી કે, ભારતમાં આ કંપનીના વેચાણ કરવામાં એવેલ પ્રોડક્ટમાં સાલ્મોનેલા બેક્ટેરિયા છે કે નહીં.

આ પણ વાંચો :  મમતા બેનર્જીનું એલાન, બંગાળમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ નહીં થાય

હવે શું થશે MDH મસાલાનું?

યુ.એસ. ફૂડ રેગ્યુલેટરs આ વિશે માહિતી આપી નથી. ઇન્ડિયન એક્સપ્રેસએ પોતાની એક રિપોર્ટમાં કહ્યું છે કે, એમડીએચ કંપનીના આ પ્રોડક્ટ ઉત્તરી કેલિફોર્નિયા સ્થિત રિટેલ સ્ટોરમાં વેચવામાં આવી રહ્યા હતાં. જોકે, કંપની અમેરિકામાં મોકલવામાં આવેલા ઓછામાં ઓછા 3 લોટને પરત ખેંચી રહી હોવાના અહેવાલ છે.

સાલ્મોનેલાથી ગંભીર બીમારીનું જોખમ
Loading...

સાલ્મોનેલા બેક્ટિરિયાના કારણે 'સાલ્મોનેલોસિસ' બીમારી થઈ શકે છે. આ બેક્ટેરિયાના કારણે મરડો, ઝાડા તેમજ 12-72 કલાક સુધી તાવ આવી શકે છે જે આશરે 4-7 દિવસ સુધી રહે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો માટે આ બેક્ટેરિયાનું સેવન જોખમી છે.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...