Home /News /national-international /US એમ્બેસીએ વિઝા નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીયો હવે અપોઈંટમેન્ટ માટે બહારથી પણ કરી શકશે અરજી
US એમ્બેસીએ વિઝા નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીયો હવે અપોઈંટમેન્ટ માટે બહારથી પણ કરી શકશે અરજી
અમેરિકા જવા માગતા લોકો માટે ખાસ જાણવા જેવું
યૂએસ એમ્બેસીએ રવિવારે કહ્યું કે, બિઝનેસ અથવા ટૂરિસ્ટ વીઝા માટે અરજી કરનારા ભારતીય ભારતની બહારના દૂતાવાસો અથવા વાણિજ્ય દૂતાવાસોમાં અપોઈન્ટમેન્ટ માટે અરજી કરી શકશે.
નવી દિલ્હી: ભારતમાં આવેલ યૂએસ એમ્બેસીએ એલાન કર્યું છે કે અમુક વીઝા એપ્લીકેંટ હવે બીજા દેશમાં પણ અપોઈન્ટમેન્ટ લેવા સક્ષમ હશે. આ પગલું બૈકલોગની સંખ્યા ઘટાડવાની સાથે સાથે ભારતમાં અમુક કેન્દ્રો પર યૂએસ વીઝા માટે 800 દિવસ સુધી રાહ જોવાના સમયને ઘટાડવા માટે ઉઠાવવામાં આવ્યું છે.
યૂએસ એમ્બેસીએ રવિવારે કહ્યું કે, બિઝનેસ અથવા ટૂરિસ્ટ વીઝા માટે અરજી કરનારા ભારતીય ભારતની બહારના દૂતાવાસો અથવા વાણિજ્ય દૂતાવાસોમાં અપોઈન્ટમેન્ટ માટે અરજી કરી શકશે.
યૂએસ એમ્બેસી ઈંડિયાએ ટ્વિટી કરીને કહ્યું કે, શું આપ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય યાત્રા કરવાના છો? જો આવું હોય તો, આપ આપના ગંતવ્યમાં અમેરિકી દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસમાં વીઝા અપોઈન્ટમેન્ટ લઈ શકશો. ઉદાહરણ તરીકે @USEmbassyBKKના આવનારા મહિનામાં થાઈલેન્ડમાં રહેતા ભારતીયો માટે B1/B2 અપોઈંટમેન્ટ ક્ષમતા ખોલી છે.
અમેરિકાએ વીઝા અપોઈંટમેન્ટોમાં બૈકલોગને ઘટાડવા માટે અન્ય કેટલાય પાસાઓની જાહેરાતો કરી છે, જેમાં કાઉન્સિલર સ્ટાફની તાકાળને વધારવી અને પહેલી વાર અરજી માટે ખાસ ઈન્ટરવ્યૂ આયોજીત કરવાનું પણ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર