ચીનમાં અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ તરફથી ટ્વીટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં બનેલા અનેક ઉત્પાદનો ગુલામ શ્રમિકો પાસેથી બનાવડાવવામાં આવે છે.
બેઇજિંગ : ચીનમાં અમેરિકન દૂતાવાસ (US Embassy) અને વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યા બાદ લોકોનાં ગુસ્સાનો શિકાર બનવું પડ્યું છે. ટ્વીટર પર એક બનાવટી કપડાના ટેગનો ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેના પર લખ્યું હતું કે, "મેડ બાય સ્લેવ લેબર ઇન ચાઇના" ગ્લોબલ ટાઇમ્સના એક સમાચાર પ્રમાણે અનેક લોકોએ આવી હરકત બાદ અમેરિકાને આડેહાથ લીધું છે. લોકોનું કહેવું છે કે અમેરિકાએ ચીનને નીચું બતાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અમેરિકા પોતે ભૂલી ગયું કે તેઓ ઇન્ડો અમેરિકન્સ સાથે ઘણા અત્યાચાર કરે છે. જ્યારે અન્ય દેશો પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવે છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે આને સદીનું સૌથું મોટું જુઠ્ઠાણું કહ્યું છે.
હકીકતમાં ચીનમાં અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ તરફથી ટ્વીટ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ચીનમાં બનાવવામાં આવતા અનેક ઉત્પાદનો ગુલામ શ્રમિકો પાસેથી બનાવડાવવામાં આવે છે. સાથે જ દૂતાવાસે વેપારીઓને સલાહ આપી હતી કે તેઓ પોતાની સપ્લાય ચેનની યોગ્ય રીતે તપાસ કરાવી લે. ક્યાંક તેનો ફાયદો ચીનના શિનજિયાંગમાં ઉઇગરો વિરુદ્ધ માનવાધિકારનું ઉલ્લંઘન કરીને ન મળી રહ્યો હોય. ટ્વીટ સાથે એક તસવીર પણ શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે "મેડ બાય સ્લેવ લેબર ઇન ચાઇના." નોંધનીય છે કે અમેરિકા દૂતાવાસનું આ ટ્વીટ અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મૉર્ગન ઑર્ટાગસના એક ટ્વીટનો ચીની અનુવાદ હતો.
Such a low lie and clumsy frame-up! What a pity that Cheating, Lying, Scapegoating and Sanction have now become the name cards of Washington. pic.twitter.com/JaflS4Fh6A
જોકે, અમેરિક દૂતાવાસે આ ટ્વીટને કારણે ખૂબ જ ટીકાનો સામનો કરવો પડ્યો છે. લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકન દૂતાવાસનું આ ટ્વીટર એકાઉન્ટ ફક્ત ચીનની ટીકા જ કરે છે. આ એન્ટી ચાઇના એકાઉન્ટ છે, જે ચીન અંગે ફક્ત અફવા ફેલાવે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે આ ટ્વીટ મામલે ટિપ્પણી કરી કે, "આ કેવા પ્રકારનું જુઠ્ઠાણું છે. આનું સ્તર ખૂબ જ નિમ્ન છે. કેટલા અફસોસની વાત છે કે ખોટું બોલવું અને દગો દેવો એ બધું વોશિંગટનના નામે થઈ ગયું છે. તેઓ પોતાના જ જ્ઞાનનું અપમાન કરે છે, તેની સામે મને કોઈ વાંધો નથી. પરંતુ અમે ચીનના બદનામ કરવાના તેમના પ્રયાસનો વિરોધ કરીએ છીએ. તેની એક હરકતથી એવું સાબિત થઈ ગયું છે કે ત્યાંના અમુક લોકો કેટલું હલકું વિચારે છે. શિનજિયાંગ પર અમેરિકા તરફી લગાવવામાં આવેલો આ આરોપ સદીનું સૌથી મોટું જુઠ્ઠાણું છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર