ટ્રમ્પની હાર બાદ કમલા હેરિસે કહ્યું- આપે સત્યને પસંદ કર્યું, આપે બાઇડનને ચૂંટ્યા

કમલા હેરિસે કહ્યું કે, આપણી પાસે સારા ભવિષ્ય નિર્માણ માટેની શક્તિ છે. આપનો આભાર કે તમે અમારા પર વિશ્વાસ મૂક્યો

કમલા હેરિસે કહ્યું કે, આપણી પાસે સારા ભવિષ્ય નિર્માણ માટેની શક્તિ છે. આપનો આભાર કે તમે અમારા પર વિશ્વાસ મૂક્યો

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકામાં ડેમોક્રેટિક રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર જો બાઇડન (Joe Biden)એ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને હરાવીને એક મોટી રાજકીય ઉથલપાથલ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ બની ગયા છે. તેઓ 20 જાન્યુઆરી 2021ના રોજ શપથગ્રહણ કરશે. આ જીતની સાથે જ કમલા હેરિસ (Kamala Harris) અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ હશે. ટ્રમ્પની હાર બાદ દેશવાસીઓને સંબંધતા કમલા હેરિસે કહ્યું કે, આપે સત્યની પસંદગી કરી, તમે બાઇડનને ચૂંટ્યા.

  જીત બાદ દેશવાસીઓને સંબોધિત કરતાં કમલા હેરિસે અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો. કમલા હેરિસે કહ્યું કે, આપણી પાસે સારા ભવિષ્ય નિર્માણ માટેની શક્તિ છે. આપનો આભાર કે તમે અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેઓએ પાર્ટી કાર્યકર્તાઓ અને પ્રચાર અભિયાન સાથે જોડાયેલા સ્વયંસેવકોનો પણ આભાર માન્યો. કમલા હેરિસે કહ્યું કે આટલા લોકોને જોડવા માટે પ્રચારમાં જોડાયેલા સાથીઓ, સ્વયંસેવકોનો ધન્યવાદ. આ પહેલા ક્યારેય આટલા લોકો નથી જોડાયા.

  આ પણ વાંચો, US Election: ભારતીય મૂળની કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, બની પહેલી મહિલા ઉપરાષ્ટ્રપ્રમખ

  કમલા હેરિસે ચૂંટણી અધિકારીઓનો પણ આભાર માન્યો. તેઓએ કહ્યું કે તમામ મતદાનકર્મીઓ અને ચૂંટણી અધિકારીઓને, આપણા દેશનું આપની ઉપર કૃતજ્ઞતાનું દેવું છે અને અમેરિકનોને પોતાનો અવાજ સાંભળવા માટે ધન્યવાદ. તેઓએ કહ્યું કે તમે પોતાના સત્યની પસંદગી કરી, તેમ બાઇડનને ચૂંટ્યા.
  સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાનારી કમલા હેરિસે કહ્યું કે, આપણી પાસે સારા ભવિષ્ય નિર્માણની તાકાત છે. અમેરિકનોનો આભાર કે તેઓએ અમારી પર વિશ્વાસ મૂક્યો. આપે અમેરિકા માટે એક નવા દિવસનું આશ્વાસન આપ્યું.

  આ પણ વાંચો, બાઇડનનું ઈન્ડિયા કનેક્શન, મુંબઈમાં ક્યાંક રહે છે વિખૂટો પડેલો પરિવાર

  દેશવાસીઓને સંબોધિત કરતાં કમલા હેરિસે કહ્યું કે, જ્યારે આપણું લોકતંત્ર ચૂંટણી પ્રક્રિયાથી પસાર થઈ રહ્યું હતું, જેમાં અમેરિકાની આત્મા દાવ પર હતી અને દુનિયા તે જોઈ રહી હતી. તો આપે અમેરિકા માટે એક નવા દિવસની શરૂઆત કરી. લોકતંત્રની રક્ષા માટે સંઘર્ષ કરવો પડે છે. બલિદાન આપવું પડે છે પરંતુ તેમાં આનંદ અને પ્રગતિ હોય છે. કારણ કે આપણી પાસે સારા ભવિષ્ય નિર્માણની શક્તિ છે.
  Published by:Mrunal Bhojak
  First published: