અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : 72% ભારતીય અમેરિકી બાઇડેનને આપશે વોટ, ટ્રમ્પની સાથે ફક્ત 22% : સર્વે

News18 Gujarati
Updated: October 14, 2020, 10:31 PM IST
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : 72% ભારતીય અમેરિકી બાઇડેનને આપશે વોટ, ટ્રમ્પની સાથે ફક્ત 22% : સર્વે
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : 72% ભારતીય અમેરિકી બાઇડેનને આપશે વોટ, ટ્રમ્પની સાથે ફક્ત 22% : સર્વે

રસપ્રદ વાત આ સર્વેમાં એ સામે આવી છે કે ભારતીય અમેરિકી ચૂંટણીમાં વોટ આપવા માટે ભારત-અમેરિકા સંબંધોને કોઈ મોટું ફેક્ટર માનતા નથી

  • Share this:
નવી દિલ્હી : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને (America Presidential Election 2020) લઈને પ્રચાર અભિયાન જોરશોરથી થઈ રહ્યું છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટીના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સતત પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન એક સર્વેમાં ખુલાસો થયો છે કે ભારતીય અમેરિકન (Indian Americans)મતદાતાઓનો ઝુકાવ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન (Joe Biden)તરફ વધારે છે. Indian American Attitude Survey (IAAS)ના મતે કુલ 72 ટકા ભારતીય અમેરિકી એવા છે જે આ ચૂંટણીમાં બાઇડેનને પોતાનો વોટ આપી શકે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)માટે ફક્ત 22 ટકા ભારતીય અમેરિકી વોટ કરી શકે છે.

આ સર્વે 936 ભારતીય અમેરિકન સાથે વાતચીત પર આધારિત છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના 20 દિવસોમાં ઓનલાઇન માધ્યમથી આ લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે ભારતીય અમેરિકન સમુદાય ડેમોક્રેટ પાર્ટીનો આધાર વોટબેંક માનવામાં આવતો રહ્યો છે. 56 ટકા લોકોએ માન્યું કે તેમની ઓળખ એક ડેમોક્રેટ સમર્થક તરીકે છે. જ્યારે 15 ટકાનું કહેવું છે કે તેમની ઓળખ રિપબ્લિકન સમર્થક તરીકેની છે.

આ પણ વાંચો - રશિયાએ શરૂઆતના ટ્રાયલ પછી બીજી કોવિડ વેક્સીનને મંજૂરી આપી, રાષ્ટ્રપતિ પુટિને કરી જાહેરાત

રસપ્રદ વાત આ સર્વેમાં એ સામે આવી છે કે ભારતીય અમેરિકી ચૂંટણીમાં વોટ આપવા માટે ભારત-અમેરિકા સંબંધોને કોઈ મોટું ફેક્ટર માનતા નથી. માનવામાં આવે છે કે આ વિચાર ટ્રમ્પની વિરુદ્ધ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દોસ્તીને પ્રદર્શિત કરતા રહે છે. સાથે ભારત તરફથી મળનાર જબરજસ્ત સમર્થન તરફ પણ ઇશારો કરતા રહે છે.

સર્વે કહે છે કે ડેમોક્રેટ પાર્ટીની ઉપ રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર કમલા હૈરિસે ભારતીય અમેરિકનનો ઝુકાવ પાર્ટી તરફ મોડવામાં મોટી ભૂમિકા ભજવી છે. ગત ઓગસ્ટમાં પોતાની માતા શ્યામલા ગોપાલનનો ઉલ્લેખ કરીને ચર્ચા જગાવી હતી. ભારતીય ભોજન ઇડલી અને મસાલા ઢોસાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Published by: Ashish Goyal
First published: October 14, 2020, 10:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading