US Election 2020: હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાલી ન કર્યો તો શું થશે?

US Election 2020: હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાલી ન કર્યો તો શું થશે?
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાલી કરવાની ના પાડે છે તો બાઇડન અને સિક્રેટ સર્વિસની ભૂમિકા અગત્યની રહેશે!

  • Share this:
    વોશિંગટનઃ અમેરિકા (America)માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી રોમાંચક સ્તરે પહોંચી ગઈ છે. ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન (Joe Biden) રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું છે કે તેઓ ચૂંટણી જીતી રહ્યા છે પરંતુ વોટ કાઉન્ટિંગમાં ફ્રોડ રોકવા માટે સુપ્રીમ કોર્ટ જશે. બીજી તરફ જો બાઇડને દાવો કર્યો છે કે તેઓ ચૂંટણીમાં સરળતાગી જીત મેળવી લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારથી જે પ્રકારનું વલલણ અપનાવી રહ્યા છે, તેને જોયા બાદ લાગી રહ્યું છે કે તેઓ આ ચૂંટણીમાં હારી ગયા તો પણ વ્હાઇટ હાઉસ (White House)ને એટલી સરળતાથી નહીં છોડે.

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ વલણને જોયા બાદ દુનિયાભરમાં એ વાતને લઈ ચર્ચા ચાલી રહી છે કે જો ચૂંટણીમાં હાર્યા બાદ પણ રાષ્ટ્રપતિ પદ છોડવાથી ટ્રમ્પે ઇન્કાર કરી દીધો તો શું થશે. નોંધનીય છે કે જો કોઈ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બીજી વાર ચૂંટણીમાં ઊભા હોય છે અને હારી જાય છે અને વ્હાઇટ હાઉસને ખાલી નથી કરતો તો તેને સત્તાથી હટાવવા માટે નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ અને સીક્રેટ સર્વિસની ભૂમિકા અગત્યની થઇ જાય છે.



    આ પણ વાંચો, US Election: કચ્છી મૂળના નીરજ અંતાણીએ મેળવી સિદ્ધિ, ઓહિયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા

    નોંધનીય છે કે, હારનારા રાષ્ટ્રપ્રમુખનો કાર્યકાળ ખતમ થયા બાદ પણ જો વ્હાઇટ હાઉસથી હટવા માટે તૈયાર નથી થતા તો નવ-નિર્વાચિત રાષ્ટ્રપ્રમુખને સંભવતઃ તે વ્યક્તિને પરિસરમાંથી બહાર કાઢવા માટે સીક્રેટ સર્વિસને નિર્દેશ આપવાની શક્તિ હોય છે.

    આ પણ વાંચો, US Election Result: અમેરિકાના અનેક શહેરોમાં ટ્રમ્પ-બાઇડન સમર્થકો વચ્ચે ઘર્ષણ, હાઇ અલર્ટ

    અમેરિકાના બંધારણમાં નથી તેનો કોઈ ઉલ્લેખ

    અહીં નોંધનીય બાબત છે કે, જો કોઈ રાષ્ટ્રપ્રમુખ હાર્યા બાદ પોતાના પદથી હટવા માટે તૈયાર નથી અને વ્હાઇટ હાઉસ પર કબજો જમાવીને રાખે છે તો એવા પૂર્વ રાષ્ર્મપ્રમુખ સાથે શું કાર્યવાહી કરવામાં આવે તેના વિશે અમેરિકાના બંધારણમાં કોઈ વાત નથી કહેવામાં આવી. અંગ્રેજી વેબસાઇટ ઇન્ડિપેન્ડન્ટ મુજબ, અમેરિકાના બંધારણમાં એ વાતનો કોઈ ઉલ્લેખ નથી કે જો રાષ્ટ્રપ્રમુખ પોતાના પદથી હટવા તૈયાર નથી થતા તો તેને કેવી રીતે હટાવવામાં આવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 05, 2020, 15:01 pm

    ટૉપ ન્યૂઝ