US Election 2020: રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી માટે કેટલા વાગ્યે શરૂ થશે વોટિંગ અને ક્યારે જાહેર થશે રિઝલ્ટ

ભારતીય સમય અનુસાર 3 નવેમ્બરે બપોરે 3:30 વાગ્યાથી અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન શરૂ થશે, જાણો વધુ વિગતો

ભારતીય સમય અનુસાર 3 નવેમ્બરે બપોરે 3:30 વાગ્યાથી અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન શરૂ થશે, જાણો વધુ વિગતો

  • Share this:
    વોશિંગટનઃ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા (US President Election 2020) પોતાના 45મા રાષ્ટ્રપ્રમુખને ચૂંટવા માટે બસ થોડાક જ કલાકોમાં મતદાન કરશે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને તેમના ડેમોક્રેટિક પ્રતિદ્વંદી જો બાઇડન (Joe Biden)ની વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન જોરદાર ટક્કર જોવા મળી છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે પણ બંનેએ મતદારોને આકર્ષવા માટે કોઈ કસર નથી છોડી. ભારતથી વિપરિત જ્યાં ચૂંટણી પંચ વિભિન્ન ચરણના મતદાન બાદ અંતિમ પરિણામ જાહેર કરે છે. અમેરિકામાં દરેક રાજ્ય ગણતરી કરે છે અને મતદાન સમાપ્ત થયા બાદ પોતાના પરિણામ જાહેર કરે છે.

    અમેરિકાની ચૂંટણી 2020ની તારીખ અને સમય

    અમેરિકા (America)ના મોટાભાગના રાજ્યોમાં સવારે 6 વાગ્યે (ભારતીય સમય અનુસાર 3 નવેમ્બરે 3.30 PM IST) મતદાન શરૂ થશે. જોકે મતદાન (Voting) શરૂ કરનારું પહેલું રાજ્ય સવારે 5 વાગ્યે (3 નવેમ્બરે 2.30 PM IST) થશે. બીજી તરફ ન્યૂયોર્ક અને નોર્થ ડકોટામાં 9 વાગ્યે (6:30 AM, 4 નવેમ્બર) સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. અમેરિકામાં સૌથી પહેલા 7 વાગ્યે (4:30 AM IST) મતદાન પૂરું થશે. એટલે કે 4 નવેમ્બરે સવારે 6 વાગ્યા બાદથી અમેરિકાની ચૂંટણીના સ્પષ્ટ વલણો સામે આવવા લાગશે.

    આ પણ વાંચો, Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, અહીં ચેક કરો આજના Rates

    મતોની ગણતરી

    3 નવેમ્બરે (3 November) મતદાન પૂરું થશે. તેને પોપ્યૂલર વોટ કહેવામાં આવે છે, પરંતુ તે સીધી રીતે સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનો નિર્ણય કે ચૂંટણી નથી કહેવાતી. જોકે તે જાણવું અગત્યનું છે કે ઇલેક્ટોરલ કોલેજની ‘ઇલેક્ટર’ કોને મતદાન કરશે.

    આ પણ વાંચો, IPL 2020: દિલ્હી કેપિટલ્સના આ માસ્ટર સ્ટ્રોકે બેંગલોરને હરાવ્યું, RRને પણ થશે પસ્તાવો!

    270 ઇલેક્ટોરલ કોલેજ જીતવા પડશે

    અનેક સર્વેમાં જો બાઇડન (Joe Biden) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)થી આગળ હોવાનું કહી રહ્યા છે. અર્લી વોટિંગ અને પોસ્ટલ મતપત્રના માધ્યમથી અત્યાર સુધી પોણા દસ કરોડ લોકો મતદાન કરી ચૂક્યા છે. આ સંખ્યા વર્ષ 2016માં કરવામાં આવેલા મતદાનના લગભગ 68 ટકા છે. ખાસ વાત એ છે કે અહીં જીત માત્ર પોપ્યૂલર વોટથી નથી થતી. રાષ્ટ્રપ્રમુખ બનવા માટે બંને ઉમેદવારોમાં કોઈ એકને 538 ઇલેક્ટ્રોરલ કોલેજમાંથી 270માં જીત મેળવવી પડશે. ઇલેક્ટર કોલેજ પણ એક પ્રકારે પ્રતિનિધિ હોય છે, જેની ચૂંટણી થવાની છે.
    Published by:Mrunal Bhojak
    First published: