US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો- પેન્સિલ્વેનિયામાં ગાયબ થયા 5 લાખ વોટ

ટ્રમ્પે કહ્યું કે, પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિન અને મિશિગનમાં જ્યાં બાઇડનને વોટ મળી રહ્યા છે તે દેશ માટે ખૂબ ખરાબ બાબત

ટ્રમ્પે કહ્યું કે, પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિન અને મિશિગનમાં જ્યાં બાઇડનને વોટ મળી રહ્યા છે તે દેશ માટે ખૂબ ખરાબ બાબત

  • Share this:
    વોશિંગટનઃ અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી (US Election 2020) પર સમગ્ર દુનિયાની નજરો ટકેલી છે. મળતી માહિતી મુજબ પેન્સિલ્વેનિયા, જ્યોર્જિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં વોટોની ગણતરી રોકી દેવામાં આવી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)એ ફરી એકવાર મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ ટ્વીટ કર્યું કે, પેન્સિલ્વેનિયામાં 5 લાખ વોટ ગાયબ થઈ ગયા છે. તેઓ (ડેમોક્રેટિક) પેન્સિલ્વેનિયામાં 5 લાખ વોટોથી આગળ થવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.
    ટ્રમ્પે કહ્યું કે, પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિન અને મિશિગનમાં જ્યાં બાઇડન (Joe Biden)ને વોટ મળી રહ્યા છે તે દેશ માટે ખૂબ ખરાબ છે. ન્યૂઝ એજન્સી AFP મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ વિસ્કોન્સિન રાજ્યમાં ફરીથી મતગણતરીની માંગ કરી શકે છે.

    અમેરિકન મીડિયા મુજબ, ટ્રમ્પે ફ્લોરિડા અને મોન્ટાના જીત લીધા છે. આ ઉપરાંત ઈન્ડિયાના, ઓક્લાહોમા, કેન્ટકી, ટેનિશી અને વેસ્ટ વર્જીનિયામાં તેમને પહેલા જ જીત મળી ચૂકી છે. જ્યારે બાઇડને પોતાના ગૃહ રાજ્ય ડેલવેયર ઉપરાંત ન્યૂ યોર્ક જીત લીધું છે. આ ઉપરાંત દેશની રાજધાની વોશિંગટન પણ બાઇડનના ખાતામાં ગયું છે.

    ટ્રમ્પે કોર્ટ જવાની ધમકી આપી

    ટ્રમ્પે દાવો કર્યો કે, ખૂબ જ નિરાશ એક લોકોનું સમૂહ બીજા સમૂહના લોકોને નિરાશ કરવનો પ્રયાસ કરી રહ્યા છે. અમે મોટી ઉજવણીની તૈયારીમાં હતા. અમે જીતી રહ્યા હતા. પરંતુ અચાનક બધું બદલી દેવામાં આવ્યું. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે મતગણતરી રોકવામાં આવે. તેઓએ કહ્યું તેઓ સુપ્રીમ કોર્ટ જશે.

    આ પણ વાંચો, US Election LIVE: જીત માટે હવે બાઇડનને જોઈએ 6 વોટ, ટ્રમ્પ હજુ ઘણા પાછળ

    ટ્રમ્પે કહ્યું કે, અમારું લક્ષ્ય હવે અ દેશની ભલાઈ માટે અખંડતા સુનિશ્ચિત કરવાનું છે. આ એક ખૂબ મોટી ક્ષણ છે. આ આપણા દેશની સાથે એક મોટી છેતરપિંડી છે. અમે ઈચ્છીએ છીએ કે કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. તેથી અમે સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છીએ.

    આ પણ વાંચો, TVS Apache RTR 200 4V: TVSએ લૉન્ચ કરી દમદાર બાઇક, નવા રાઇડિંગ મોડ્સ અને હાઇટેક ફીચર્સથી સજ્જ

    બાઇડને આપ્યો વળતો જવાબ

    તેની પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં બાઇડનના અભિયાન પ્રંબધે ટ્રમ્પના નિવેદનને અપમાનજનક, અભૂતપૂર્વ અને ખોટું ગણાવ્યું. બીજી તરફ સ્થાનિક મીડિયાએ ટ્રમ્પની ટીકા કરી છે. રાષ્ટ્રપ્રમુખના આ નિવેદનની ટીકા કરતાં ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું છે કે કોઈ પણ નિર્વાચિત નેતાને એવો અધિકાર નથી કે તે મતોની ગણતરીને રોકવાનો આદેશ આપે.
    Published by:Mrunal Bhojak
    First published: