US Election 2020: જાણો શું કહે છે સટ્ટા બજાર, 7450 કરોડ રૂપિયા છે દાવ પર

જાણો સટ્ટાબાજોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનમાંથી કોણ છે ફેવરિટ, એક વયક્તિએ લગાવ્યો 1.3 મિલિયન ડૉલરનો સટ્ટો

જાણો સટ્ટાબાજોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનમાંથી કોણ છે ફેવરિટ, એક વયક્તિએ લગાવ્યો 1.3 મિલિયન ડૉલરનો સટ્ટો

  • Share this:
    વોશિંગટનઃ અમેરિકાના આગામી રાષ્ટ્રપ્રમુખ કોણ હશે તેની તસવીર તો પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે પરંતુ આ ચૂંટણી (US Election 2020) સટ્ટાબાજો માટે એક મોટી તક લઈને આવી છે. એક રિપોર્ટ મુજબ, આ ચૂંટણી માટે લગભગ 1 અજબ ડૉલર (લગભગ 7450 કરોડ રૂપિયા)નો સટ્ટો લગાવવામાં આવ્યો છે, જે વર્ષ 2016ની તુલનામાં બમણો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન (Joe Biden) પર વધુ લોકો દાવ લગાવી રહ્યા છે, તેઓ સટ્ટાબાજોના ફેવરીટ છે. એટલે કે મોટાભાગના સટ્ટાબાજોને લાગી રહ્યું છે કે બાઇડન ચૂંટણી જીતશે. આ ખેલમાં સામેલ કંપનીઓનું કહેવું છે કે હાલની અમેરિકાની ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોટી સટ્ટાબાજીની ઇવેન્ટ બનવા જઈ રહી છે. આ ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં એવી સ્થિતિ છે કે એક ખેલાડીએ તો જો બાઇડનની જીત પર એક મિલિયન પાઉન્ડનો રેકોર્ડ સટ્ટો લગાવ્યો છે.

    સમાચાર એજન્સી રોઇટર્સ મુજબ, લાડબ્રોક્સ કોરલ ગ્રુપમાં પોલિટિક્સ બેટિંગના પ્રમુખ મૈથ્યૂ શૈડિકે કહ્યું કે મંગળવારે યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પર બાજી લગાવવા માટે લોકોમાં હોડ ચાલી રહી છે. અનુમાન છે કે સટ્ટાબાજી ઉદ્યોગમાં વૈશ્વિક સ્તર પર લગભગ એક અબજ પાઉન્ડનો સટ્ટો લાગશે. અમેરિકાની ચૂંટણીમાં સપ્તાહના અંતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીતને લઈ થોડી શક્યતા વધી પરંતુ ઓનલાઇન સટ્ટાબાજીના બજારમાં ફરીથી બાઇડન પર લોકો પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે.

    આ પણ વાંચો, US Election 2020: રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી માટે કેટલા વાગ્યે શરૂ થશે વોટિંગ અને ક્યારે જાહેર થશે રિઝલ્ટ

    બાઇડનની જીત પર 65% દાવ

    સટ્ટાબાજોએ બ્રિટિશ એક્સચેન્જ પર બાઇડનની જીતની 65 ટકા આશા વ્યક્ત કરી, જ્યારે ટ્રમ્પને લઈને શક્યતાઓ માત્ર એક ટકા (34થી 35 ટકા chance)નો સુધાર જોવા મળ્યો. આ જ કારણ છે કે એક વ્યક્તિએ એક મિલિયન પાઉન્ડ એટલે કે 1.3 મિલિયન ડૉલરનો મોટો દાવ લગાવ્યો. બ્રિટન સ્થિત ઇન્ટરનેટ બેટફેર એક્સચેન્જે કહ્યું કે આ અત્યાર સુધીનો લગાવવામાં આવેલો સૌથી મોટી સટ્ટો છે. રોઇટર્સ મુજબ, જો બાઇડન જીતે છે તો આ સટ્ટાબાજને 1.54 મિલિયન પાઉન્ડની ભારે ભરખમ રકમ મળશે. મૂળે બાઇડન પર દાવ લગાવવાનું કેટલાક મજબૂત કારણ પણ છે. અનેક રાષ્ટ્રીય સર્વેક્ષણોમાં બાઇડનને પૂરતી સંખ્યામાં આગળ હોય તેવું સામે આવ્યું છે. પ્રી-પોલ સર્વેક્ષણોમાં બાઇડનને ટ્રમ્પ પર સરસાઈ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે. જોકે બંને નેતાઓમાં જોરદાર ટક્કર થવાની શક્યતા છે.

    આ પણ વાંચો, US Election 2020: પ્રી-પોલ સર્વેથી ખુશ થયેલા બાઇડને કહ્યું- ટ્રમ્પના બોરિયા-બિસ્તરા બાંધવાનો સમય આવી ગયો

    મૈથ્યૂ શૈડિક (Matthew Shaddick)એ કહ્યું કે, ફ્લોરિડામાં પોલથી જાણવા મળે છે કે બાઇડન વધુ સંભવિત વિજેતા છે, પરંતુ સટ્ટા બજારમાં ટ્રમ્પ પણ પસંદગીના ઉમેદવાર છે. બેટફેર એક્સચેન્જે કહ્યું કે આ વખતે અમેરિકાની ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોટી સટ્ટાબાજીની ઇવેન્ટ છે જેમાં 271 મિલિયન પાઉન્ડ દાવ પર લાગેલા છે અને તેમાં વધારો થવાની પૂરતી શક્યતા છે.
    Published by:Mrunal Bhojak
    First published: