Home /News /national-international /પોતાના સૌથી ઘાતક પ્લેનને ભારત-ચીન સરહદે તૈનાત કરશે અમેરિકા, 16 પરમાણુ બોમ્બથી છે સજ્જ

પોતાના સૌથી ઘાતક પ્લેનને ભારત-ચીન સરહદે તૈનાત કરશે અમેરિકા, 16 પરમાણુ બોમ્બથી છે સજ્જ

B-2 સ્પ્રિટ પ્લેન ભારતીય વાયુસેનાની સાથે ફ્લાઇ ઓવર મિશન, યુદ્ધની તૈયારીઓ અને સંયુક્ત યુદ્ધ રણનીતિ બનાવવાના અભિયાનમાં સામેલ થઈ શકે

B-2 સ્પ્રિટ પ્લેન ભારતીય વાયુસેનાની સાથે ફ્લાઇ ઓવર મિશન, યુદ્ધની તૈયારીઓ અને સંયુક્ત યુદ્ધ રણનીતિ બનાવવાના અભિયાનમાં સામેલ થઈ શકે

વોશિંગટન/નવી દિલ્હીઃ લદાખ સરહદ (Ladakh Border) પર ચીનની આર્મી (PLA)ના આક્રમક વલણને જોતાં અમેરિકા (US) ભારતની મદદ માટે પોતાના સૌથી એડવાન્સ્ડ અને ઘાતક પરમાણુ બોમ્બર B-2 સ્પ્રિટ (B2 spirit stealth nuclear bombers)ને તૈનાત કરી શકે છે. અમેરિકાના આ પ્લેન એક સાથે 16 પરમાણુ બોમ્બ લઈને ઉડાન ભરવામાં સક્ષમ છે. આ પ્લેન ટૂંક સમયમાં ભારતીય વાયુસેનાની સાથે ફ્લાઇ ઓવર મિશન, યુદ્ધની તૈયારીઓ અને સંયુક્ત યુદ્ધ રણનીતિ બનાવવાના અભિયાનમાં સામેલ થઈ શકે છે.

અમેરિકન પત્રિકા ધ નેશનલ ઇન્ટરેસ્ટ મુજબ, ભારત-અમેરિકાના આ સંયુક્ત સૈન્ય અભ્યાસને ભારત-ચીન સરહદ પર જ અંજામ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારત પ્રત્યે દોસ્તી વ્યક્ત કરવાની સાથોસાથ અમેરિકા ચીનના એર ડિફેન્સ સિસ્ટમને પણ નજીકથી પરખવા માંગે છે અને ભારતીય સરહદ પર તેને તેની પૂરી તક મળશે. હાલ ત્રણ બી-2 પ્લેન અમેરિકન નેવલ બેઝ ડિયાગો ગાર્સિયામાં તૈનાત છે જે ભારતથી માત્ર 1000 માઇલના અંતરે તૈનાત છે. અમેરિકા અહીંથી આ પ્લેનોને અફઘાનિસ્તાન અને ઇરાકમાં હુમલા માટે મોકલી રહ્યું છે. અમેરિકન એરફોર્સના કમાન્ડર કર્નલ ક્રિસ્ટોફર કોનંત મુજબ, તેમાં લગભગ 29 કલાકની યાત્રા કરીને ડીયાગો ગાર્સિયા લાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો, પાકિસ્તાનનું આવું અપમાન ક્યારેય નથી થયું, કેમ નારાજ છે સઉદી પ્રિન્સ સલમાન?

ભારતની મદદ માટે કરવામાં આવી તૈનાતી

કર્નલ ક્રિસ્ટોફરે ભારતનું નામ લીધા વગર કહ્યું કે આ પ્લેનોને અહીં તૈનાત કરવું એ જણાવે છે કે અમેરિકા પોતાના દોસ્તોની સુરક્ષાને લઈ કેટલું ચિંતિત છે. તેઓએ કહ્યું કે, આ બોમ્બર ટાસ્કફોર્સ અમારી નેશનલ ડિફેન્સ સ્ટ્રેટજીનો અગત્યનો હિસ્સો છે. અમેરિકાના સ્ટ્રેટજિક કમાન B-2 સ્પ્રિટ સ્ટીલ્થ બોમ્બરને ખતરા અને જરૂરિયાત મુજબથી દુનિયાના અલગ-અલગ હિસ્સામાં તૈનાત કરી રહ્યું છે. આ રિપોર્ટ મુજબ, હવે આ પ્લેનોની સીધી ટક્કર ચીની એર ડિફેન્સ સિસ્ટમથી છે. જેના વિશે ઘણું વધારી-ચઢાવીને કહેવામાં આવે છે. ચીને તણાવને જોતાં ભારત-ચીન સરહદ પર રશિયા નિર્મિત S-400 અને S-300 તૈનાત કરી રાખ્યા છે. ચીનનો દાવો છે કે સ્ટીલ્થ પ્લેન પણ તેનાથી નહીં બચી શકે.

અમેરિકન પ્લેનોની પણ પરીક્ષા

ચીનના આ દાવાની સામે અમેરિકન બોમ્બર કેટલા મજબૂત સાબિત થાય છે એ વાતની પણ પરીક્ષા છે. અમેરિકાના આ 30 વર્ષ જૂના પ્લેનોને વારંવાર અપગ્રેડ કરવામાં આવ્યા છે. B-2ના કોમ્પ્યૂટરને બદલીને હવે 1000 ગણી વધારે ઝડપથી કામ કરનારી સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. વિશેષજ્ઞો મુજબ, પરમાણુ વિમાન રડારની પકડમાં નથી આવતું અને ચૂપચાપ હુમલાને અંજામ આપવામાં સક્ષમ છે. તેમાં નવા સેન્સર, સિસ્ટમ, હથિયાર અને ઉપકરણ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો, Hijack બસની પૂરી કહાણીઃ મુસાફરોને બીજી બસમાં બેસાડીને ‘ગુંડાઓ’ થયા ફરાર

B-2 સ્પ્રિટ દુનિયાના સૌથી ઘાતક બોમ્બર માનવામાં આવે છે. આ પ્લેન એક સાથે 16 B61-7 પરમાણુ બોમ્બને લઈ જઈ શકે છે. હાલમાં તેના બેડામાં ખૂબ ઘાતક અને ચોક્કસ મારક B61-12 બોમ્બ સામેલ કરવામાં આવ્યો છે.
First published:

Tags: Donald trump, India china border tension, India China Face off, India-China News, ચીન