Home /News /national-international /

US Crime: મૃત બાળકની ઓળખ ચોરીને ભેજાબાજે 20 વર્ષ સુધી નોકરી કરી, લગ્ન પણ કરી લીધા!

US Crime: મૃત બાળકની ઓળખ ચોરીને ભેજાબાજે 20 વર્ષ સુધી નોકરી કરી, લગ્ન પણ કરી લીધા!

હદ તો ત્યારે થઈ જ્યારે રિકોર્ડોએ લગ્ન પણ વિલિયમના નામે કર્યા. (Image- Twitter)

US Crime: રિકાર્ડો સીઝર ગુએડસ (Ricardo Cesar Guedes)એ અમેરિકાની જાણીતી યુનાઇટેડ એરલાઇન્સની 40 ફ્લાઇટમાં સર્વિસ આપી છે. તેણે ફ્રોડ કરીને પાસપોર્ટ બનાવડાવ્યો હતો. આ જ નામે તેણે લગ્ન પણ કર્યા હતા.

    Man used dead boy's identity to work in US: ઘણી વખત લોકો નોકરી માટે ગમે તે હદે પહોંચી જતા હોય છે. આ વાતનું ઉદાહરણ બ્રાઝિલના વ્યક્તિએ આપ્યું છે. તેણે છોતરપિંડી કરીને 20 વર્ષ સુધી નોકરી (Flight attendant used dead boy's identity to get married and work in US) કરી. ભવ્ય જિંદગી જીવી. આ વ્યક્તિની ઓળખ 49 વર્ષીય સુધી રિકાર્ડો સીઝર ગુએડ્સ (Ricardo Cesar Guedes) તરીકે થઈ છે.

    આશ્ચર્યજનક વાત એ છે કે આ રિકાર્ડોભાઈ વર્ષો સુધી વિલિયમ એરિક્સન લોડ (William Ericson Ladd)ની ઓળખ ઉપર નોકરી કરતો હતો. રિકોર્ડોએ અમેરિકામાં ઘર પણ ખરીદી લીધું હતું. વિલિયમતે 4 વર્ષનો હતો ત્યારે મૃત્યુ પામ્યો હતો. વિલિયમ નામનો બાળક અમેરિકાના એટલાન્ટા (Atlanta)માં રહેતો હતો.

    ડેઈલી સ્ટાર મુજબ, હદ તો ત્યારે થઈ જ્યારે રિકોર્ડોએ લગ્ન પણ વિલિયમના નામે કર્યા. આ વિશે સ્થાનિક અખબાર Houston Chronicleમાં સમાચાર પ્રકાશિત થયા છે. આ મામલામાં રિકોર્ડો પર કાર્યવાહી થઈ છે. તેના ઉપર ખોટી જાણકારી આપીને અમેરિકાની નાગરિકતા અપનાવવાનો આરોપ છે. રિકાર્ડો વિરુદ્ધ ટેક્સાસ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં સામે આવ્યું છે કે વિલિયમ એરિક્સનનું મૃત્યુ 1979ની સાલમાં વોશિંગ્ટન સ્ટેટમાં પોતાના પાંચમા જન્મદિવસના 1 મહિના પહેલા થયું હતું.



    બીજી બાજુ રિકોર્ડો 90ના દાયકામાં બ્રાઝિલથી અમેરિકા ટૂરિસ્ટ વિઝા ઉપર આવ્યો હતો. 1998માં તેણે વિલયમના નામ ઉપર પાસપોર્ટ માટે અરજી કરી અને ટેક્સાસના લેક હ્યૂસટન (Lake Houstan, Texas)માં રહેવાનું શરૂ કર્યું. ત્યાં તેણે ઘર પણ લઈ લીધું.

    આ પણ વાંચો: Bulli Bai App Case: પિતાનું કોરોના અને માનું કેન્સરથી મૃત્યુ, જાણો કોણ છે બુલ્લી બાઈ એપની માસ્ટરમાઈન્ડ શ્વેતા?

    આ રીતે પકડાયો રિકોર્ડો

    વાત એમ છે કે, ફ્લાઇટ અટેન્ડેટ રિકોર્ડોની ડિપ્લોમેટિક સિક્યોરિટી સર્વિસ (DSS) સાથે જોડાયેલા લોકોએ પાછલા વર્ષે જોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પૂછપરછ કરી હતી. ત્યારે તેનો આ બનાવટી ચહેરો સામે આવ્યો હતો.
    તે પછી રિકોર્ડોએ પૂછપરછમાં કહ્યું કે મારું સપનું તૂટી ગયું છે. રિકોર્ડોએ ઘણા સમય સુધી ફ્લાઇટ અટેન્ડેટનું કામ કર્યું. તેણે યૂનાઇટેડ એરલાઇન્સની 40 ફ્લાઇટમાં પણ પોતાની સેવા આપી હતી. હવે કંપનીએ તેને કાઢી મૂક્યો છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Crime news, Fraudster, US, World News in gujarati

    આગામી સમાચાર