અમેરિકાની કોર્ટે PM મોદી-અમિત શાહ પર 7.36 અબજ રૂપિયાનો કેસ ફગાવ્યો

અમેરિકાની કોર્ટે PM મોદી-અમિત શાહ પર 7.36 અબજ રૂપિયાનો કેસ ફગાવ્યો
અરજીમાં ભારતની સંસદના તે નિર્ણયને પડકારમાં આવ્યો હતો જે અંતર્ગત જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દીધો હતો

અરજીમાં ભારતની સંસદના તે નિર્ણયને પડકારમાં આવ્યો હતો જે અંતર્ગત જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દીધો હતો

 • Share this:
  વોશિંગ્ટન : અમેરિકાની એક કોર્ટે (American Court) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)અને ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMit Shah)સામે નોંધાવેલ 10 કરોડ ડોલર એટલે કે 7.36 અબજ રૂપિયાના કેસને ફગાવી દીધો છે. આ કેસ એક અલગાવવાદી કાશ્મીર-ખાલિસ્તાન જૂથ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. અરજીકર્તા સુનાવણીની બે તારીખો પર ઉપસ્થિત ન રહેતા આ કેસ ફગાવી દેવામાં આવ્યો હતો. ટેક્સાસના હ્યુસ્ટનમાં 19 સપ્ટેમ્બરે આયોજીત થયેલા હાઉડી મોદી કાર્યક્રમ પછી આ કેસ નોંધાવ્યો હતો.

  અરજીમાં ભારતની સંસદના તે નિર્ણયને પડકારમાં આવ્યો હતો જે અંતર્ગત જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દીધો હતો. અરજીકર્તાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લેફ્ટિનેન્ટ જનરલ કંવલ જીત સિંહ ઢિલ્લો પાસે સહાયતા માટે 10 કરોડ ડોલરની માંગણી કરી હતી. ઢિલ્લો વર્તમાનમાં ડિફેન્સ ઇન્ટેલિજેન્સ એજન્સીના મહાનિર્દેશક અને પ્રમુખ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) અંતર્ગત ઇંટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ઉપ પ્રમુખ છે.  આ પણ વાંચો - હવે થઈ જજો સાવધાન, આ સોફ્ટવેરથી માસ્ક ના પહેરતા લોકો ભીડમાં પણ પકડાઇ જશે!

  અમેરિકાની દક્ષિણ ટેક્સાસ ડિસ્ટ્રીક્ટના કોર્ટે ન્યાયધીશ ફ્રાન્સેસ એચ સ્ટેસીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે કાશ્મીર ખાલિસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટે આ મામલાને આગળ વધારવા માટે કશું કર્યું નથી અને સુનાવણી દરમિયાન બે વખત નક્કી કરેલી તારીખ ઉપર પણ હાજર થયા ન હતા. આ સાથે જ ન્યાયધીશે કેસ ફગાવી દીધો છે.

  ટેક્સાસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયધીશ એન્ડ્રયુ હનેને 22 ઓક્ટોબરે કેસને સમાપ્ત કરી દીધો હતો. કાશ્મીર ખાલિસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટ સિવાય અન્ય બે અરજીકર્તાઓની ઓળખ થઈ શકી નથી.
  Published by:Ashish Goyal
  First published:December 15, 2020, 18:06 pm