વોશિંગટન : અમેરિકા (America)એ એ દાવાનું ખંડન કર્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારતને જે 200 વેન્ટિલેટર આપવાનું વચન આપ્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. USAID/India ડેપ્યુટી મિશન ડિરેક્ટર રમોના એલ હમજાઈ (Ramona El Hamzaoui)એ CNN News18ના સવાલના જવાબમાં કહ્યું કે 200 વેન્ટિલેટર ભારતને દોસ્તીની ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ માટે કોઈ કિંમત નહીં ચૂકવવી પડે. તેમણે કહ્યું કે તેમાંથી 50 જેટલા વેન્ટિલેટર બહુ ઝડપથી ભારતમાં પહોંચી જશે.
રમોનાએ એ તમામ રિપોર્ટ્સને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે આ તમામ વેન્ટિલેટર જૂના છે, તેમને રિપેર કરીને ભારતને આપવામાં આવ્યા છે. રમોનાએ કહ્યું કે આવું નથી, આ સમાચાર ખોટા છે. નોંધનીય છે કે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાથી 200 મોબાઇલ વેન્ટિલેટરને એરલિફ્ટ કરીને જૂનના પ્રથમ અઠવાડિયામાં ભારત લાવવામાં આવી શકે છે. આ દરેક વેન્ટિલેટરની કિંમત એક મિલિયન રૂપિયા એટલે કે 10 લાખ રૂપિયા છે. આ માટે 200 વેન્ટિલેટરની કિંમત 2.6 મિલિયન ડૉલર થશે. આ અંગે પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, "મોદી-ટ્રમ્પની દોસ્તીનો મતલબ છે કે- મને મારા દેશનો ખજાનો અમીરો માટે ખોલવા દો અને તમે તમારા માટે ખોલી દો."
ટ્રમ્પે કરી હતી વેન્ટિલેટર આપવાની જાહેરાત
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, "મને આ જાહેરાત કરતા ગર્વ થઈ રહ્યો છે કે અમેરિકા તેના મિત્ર ભારતને વેન્ટિલેટર્સ દાનમાં આપશે. અમે આ મહામારીના સમયમાં પીએમ મોદીની સાથે છીએ. અમે કોરોનાની રસી બનાવવા માટે પણ સહયોગ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને અદ્રશ્ય દુશ્મનને હરાવી દઈશું."
This pandemic is being fought collectively by all of us. In such times, it’s always important for nations to work together and do as much as possible to make our world healthier and free from COVID-19.
ડોનાલ્ડ ટ્રમ્પના જવાબમાં પીએમ મોદીએ પણ તેમનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ આનો જવાબ આપતા લખ્યું કે, "આભાર ડોનાલ્ડ ટ્રમ્પ. આ મહામારીનો સામનો કરવા માટે આપણે સાથે છીએ. આવા સમયે એ ખૂબ જરૂરી છે કે દેશો સાથે મળીને કામ કરે તેમજ એવા તમામ પ્રયાસો કરે જેનાથી વિશ્વ આખું સ્વસ્થ્ય અને કોરોના મુક્ત બને."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર