Home /News /national-international /US Capitol Violence: ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી દીધું

US Capitol Violence: ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી દીધું

પ્રતીકાત્મક તસવીર

US Capitol violence: ટ્રમ્પના હજારો સમર્થકો બુધવારે US કેપિટલ (અમેરિકન સંસદ ભવન)માં ઘૂસી ગયા હતા. તમામે સંસદનું સત્ર રોકવાનો પ્રયાસ કર્યો હતો.

વૉશિંગટન: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે (Twitter) રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)નું વ્યક્તિગત એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી દીધું છે. અમેરિકન સંસદ પરિસર (US Capitol violence)માં થયેલી હિંસા બાદ ટ્વિટર તરફથી આવું પગલું ભરવામાં આવ્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તેને એ વાતનો ખતરો છે કે ટ્રમ્પ વધારે હિંસા ભડકાવી શકે છે. આ પહેલા ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટને 12 કલાક માટે બંધ કરી દીધું હતું. એ સમયે ટ્વિટરે ચેતવણી ઉચ્ચારી હતી કંપની તેમનું એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી શકે છે.

ફેસબુકે પણ પગલાં લીધા

આ પહેલા ફેસબુકે પણ બુધવારે બે નીતિગત નિયમના ઉલ્લંઘન બદલ ટ્રમ્પનું એકાઉન્ટ 24 કલાક માટ બંધ કરી દીધું હતું. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે ગુરવારે કહ્યુ હતુ કે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના શપથ ગ્રહણ સુધી વિદાય લઈ રહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ નહીં કરી શકે. આ શપથ ગ્રહણ સમારંભ 20મી જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવશે.



અમેરિકન સંસદમાં શું થયું હતું?

બુધવારે ટ્રમ્પના હજારો સમર્થકો યુએસ કેપિટલ (અમેરિકન સંસદ ભવન)માં ઘૂસી ગયા હતા. આ તમામ લોકોએ સંસદની કાર્યવાહીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના જિતની પુષ્ટિ કરવાની પ્રક્રિયા કરવાની હતી. આ દરમિયાન ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા. કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસેલા લોકોને ટ્રમ્પે દેશભક્ત કહ્યા હતા.

ટ્રમ્પનું એકાઉન્ટ હટાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે અમેરિકામાં ફ્રી-સ્પીચનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોવાનું જણાવી ટ્વીટ કર્યું

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ભંડાર જિલ્લામાં હૉસ્પિટલમાં ભીષણ આગ, 10 નવજાતનાં મોત; ફક્ત સાતને બચાવી શકાયા

ગૂગલે Parler એપ હટાવી

ટ્રમ્પના સમર્થકો વચ્ચે ખૂબ જ લોકપ્રીય Parler એપને ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. ગૂગલના આવા પગલાં બાદ ટ્રમ્પના સમર્થકો આ એપને ડાઉનલોડ કે તેનો ઉપયોગ નહીં કરી શકે. ગૂગલ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાર્લર એપ્લિકેશન પરની સામગ્રી અમેરિકન કેપિટલમાં થયેલા હિંસા બાદ હિંસાને ઉત્તેજન આપી રહી હતી. સોશિયલ મીડિયા એપ્સ પર હિંસાને ઉત્તેજન આપતી સામગ્રીની દેખરેખ માટે કોઈ નીતિ હોય તે ખૂબ જરૂરી છે.
First published:

Tags: Donald trump, Facebook, Joe biden, Twitter, US