ચીનની શાન ઠેકાણે લાવવા USની તૈયારી, ચીનની 33 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી

News18 Gujarati
Updated: May 23, 2020, 1:55 PM IST
ચીનની શાન ઠેકાણે લાવવા USની તૈયારી, ચીનની 33 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી
અને ચીન તેના પેટ્રોલિંગથી દબાવમાં છે. જો કે અમેરિકાએ હાલ ભારત અને ચીન સીમા વિવાદથી પ્રત્યક્ષ રૂપે બહાર છે પણ તે સતત ચીન પર ભારતીય સીમા પર આક્રમક બની ધૂસરણખોરી કરવા અને કોરોના વાયરસની જાણકારીને વિશ્વથી અજાણ રાખવા મામલે આરોપ મૂકતું આવ્યું છે.

અમેરિકાએ ચીન પર કાર્યવાહીની શરૂઆત કરી, ચીનના સૈન્ય સાથે કથિત રીતે જોડાયેલી કંપનીઓને બ્લેકલિસ્ટ કરી.

  • Share this:
વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) કોરોના વાયરસને લઈને સતત ચીન પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ચીની સ્ટૉક માર્કટમાંથી અબજો ડોલર અમેરિકન પેન્શન ફંડ (US Pension Funds) પરત લેવાની જાહેરાત બાદ અમેરિકાએ ચીનની 33 કંપનીઓને બ્લેકલિસ્ટ (Blacklist) કરી છે. અમેરિકા એવી કંપની અને સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી રહી છે જે કથિત રીતે ચીનના સૈન્ય (Chines Army)સાથે જોડાયેલી છે. ટ્રમ્પ સતત આરોપ લગાવી રહ્યા છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાં તૈયાર થયો હતો અને તેને જાણી જોઈને દુનિયામાં ફેલાવવામાં આવ્યો હતો.

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, "સાત કંપની અને બે સંસ્થાને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. આ કંપનીઓ ઉઇગર અને અન્ય લોકોના માનવાધિકારના હનનના ચીનના અભિયાન સાથ જોડાયેલી હતી. આ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને કારણ વગર કસ્ટડીમાં લેવામાં આવે છે અને તેમની પાસે મજૂરી કરાવવામાં આવે છે અને તેમના પર નજર રાખવામાં આવે છે." આ ઉપરાંત બે ડઝન અન્ય કંપની, સંસ્થાઓ અને વેપાર સંગઠનોને ચીનની કંપનીને સામાન પહોંચાડવાને કારણે બ્લેકલિસ્ટમાં નાખવામાં આવી છે.

આ પણ વાંચો :  સુરત : લૉકડાઉનમાં કોવિડ 19ની કામગીરી ન કરવા બદલ 400 શિક્ષકોને નોટિસ

બ્લેકલિસ્ટ કરવામાં આવેલી કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફેશિયલ રેકગ્નાઇઝેશન જેવા ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરે છે. નોંધનીય છે કે અમેરિકાની જ મોટી કંપની જેમાં ઇન્ટેલ કોર્પ અને એનવીડિયા કોર્પ શામેલ છે જેમણે તેમાં મોટું રોકાણ કર્યું હતું. બ્લેકલિસ્ટ કરવામાં આવેલી કંપનીમાં ચીનની નેટપોસાનું નામ સામેલ છે.

આ પણ વાંચો :  અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમમાં આઠ પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવતા હાહાકાર

ચીનની લેબમાં તૈયાર થયો હતો કોરોના વાયરસ : ટ્રમ્પ 

ટ્રમ્પ તરફથી ફરી એક વખત કહેવામાં આવ્યું છે કે કોરોના ચીનમાંથી જ આવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા આ વાત ખૂબ ગંભીરતાથી લેશે. ગુરુવારે ટ્રમ્પે મિશિગન ખાતે આફ્રિકી અમેરિકન નેતાઓ સાથે એક બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, "કોરોના વાયરસ ચીનમાંથી આવ્યો છે. અમે આ વાતથી ખુશ નથી. અમે વેપાર કરાર કર્યા તેની શાહી સૂકાઈ પણ ન હતી અને પરિસ્થિતિ બગડી ગઈ છે." જોકે, આ દરમિયાન ટ્રમ્પે એવો કોઈ સંકેત આપ્યો ન હતો કે અમેરિકા, ચીન સામે કેવાં પગલાં ભરશે.
First published: May 23, 2020, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading