વોશિંગટનઃ અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કોરોના વાયરસ (Coronavirus) માટે એક એવા ટેસ્ટ (Corona test) ને મંજરૂી આપી દીધી છે જે જૂના ટેસ્ટની તુલનામાં ઘણા ઝડપ્થી પરિણામ આપવામાં સક્ષમ છે. આ ટેસ્ટ દર્દી જ્યાં હોય ત્યાં જઈને પણ કરી શકાય છે અને તે માત્ર 45 મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોના સંક્રમણ છે કે નહીં.
આ ટેસ્ટને કેલિફોર્નિયાની દવા બનાવતી કંપની સેફિડ (Cephid) એ તૈયાર કર્યો છે. આ ટેસ્ટથી સૌથી મોટો ફાયદો એ છે કે ગંભીર મામલાની સ્થિતિમાં વહેલી તકે સંક્રમણને જાણી શકાશે અને સારવાર શરૂ કરી શકાશે. આવતા સપ્તાહથી જ આ ટેસ્ટનો ઉપયોગ અમેરિકામાં શરૂ થવાની શક્યતા છે.
હેલ્થ અને હ્યૂમન સર્વિસ સેક્રેટરી એલેક્સ અજારે જણાવ્યું કે, જે ટેસ્ટેને અમે માન્યતા આપી છે તે અમેરિકો માટે મોટી રાહત લઈને આવી રહી છે કારણ કે તે માત્ર એક કલાકમાં જણાવી દેશે કે કોરોના સંક્રમણ છે કે નહીં. હાલ જે ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં સંક્રમણની માહિતી આપવા માટે બે દિવસનો સમય લાગી જાય છે. 30 માર્ચ સુધી તેના દ્વારા ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવામાં આવશે.
સેફિડ મુજબ, આ પ્રકારના 23,000 જીન એકસપર્ટ ટેસ્ટ સિસ્ટમ સમગ્ર દુનિયામાં મોકલવામાં આવશે જ્યાં તે કોરોના મામલાની તપાસ માત્ર 45 મિનિટમાં પૂરી કરી દેવાશે. કોરોનાના કારણે હોસ્પિટલ અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ઘણી દબાણમાં છે અને તેના કારણે ગંભીર રીતે બીમાર લોકોની આછી કાળજી લેવામાં આવી રહી છે. આ ટેસ્ટ દ્વારા ટૂંક સમયમાં સંક્રમણ વિશે જાણી શકાશે અને સારવાર શરૂ કરી શકાશે અને અનેક લોકોને બચાવી શકાશે.