Home /News /national-international /

USની પાક.ને ચેતવણી- 'તાલીબાનના આતંકીઓની તાત્કાલિક ધરપકડ કરો'

USની પાક.ને ચેતવણી- 'તાલીબાનના આતંકીઓની તાત્કાલિક ધરપકડ કરો'

    અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક હોટલ પર થયેલા હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. અમેરિકાએ પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહ્યું કે તાલિબાન આતંકિઓની ધરપકડ કરો અથવા તેને દેશ બહાર કાઢો.

    વાઈટ હાઉસના પ્રેસ સચિવ સારાહ સૈંડર્સએ પોતાના દેનિક સંવાદદતા સમ્મેલનમાં કહ્યું, ' અમે પાકિસ્તાનને કહ્યું કે તે તાલિબાનના આતંકીઓની તાત્કાલિક ધરપકડ કરો અથવા તેમને દેશ બહાર નિકાળવામાં આવે' સૈંડર્સે જણાવ્યું કે અમેરિકાએ પાકિસ્તાનને એક વાર ફરી કડક શબ્દોમાં હુકમ કર્યો છે કે તે આતંકિયોને તેમની દેશની જમીનનો ઉપયોગ કરતા રોકે.

    જણાવી દયે કે કાબુલની ઇંટરકોન્ટિનેંટલ હોટલ પર તાલીબાન આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 22 લોકોનાં મોત થયા હતા. જેમાં 14 વિદેશી નાગરિકો સામેલ હતા. અફઘાન સુરક્ષા દળોએ લગભગ 12 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું અને પાંચેય હુમલાખોરોને ઠાર માર્યા હતા. આ આતંકીઓ તહરીક-એ-તાલિબાનથી જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    આ હુમલાને 26/11ના મુંબઈની તાજ હોટલ પર થયેલા હુમલા સમાન બતાવવામાં આવી રહ્યું છે. જ્યાં હથિયારબંધ આતંકીઓએ ગોળીઓનો વરસાદ કરતા હોટલમાં પહોંચ્યા હતા. અને હોટલમાં હાજર લોકો પર અંધાધુંધી ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં કેટલાય લોકોના મોત પણ થયા હતા.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: US, તાલિબાન, પાકિસ્તાન, હે

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन