અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને (US President Joe Biden) ટ્વીટ કર્યું છે કે અમેરિકી સેનાએ (US Army)) ISIS નેતા અબુ ઈબ્રાહિમને મારી નાખ્યો છે. સીરિયામાં અમેરિકી સૈન્ય દળો અને ISIS વચ્ચેના સંઘર્ષ પર જારી નિવેદનમાં તેમણે કહ્યું કે અમે એક મોટી જીત હાંસલ કરી છે. અમેરિકી સેનાએ ISIS વિરુદ્ધના મિશનમાં સફળતા મેળવી છે અને યુદ્ધમાં ISISના નેતા અબુ ઈબ્રાહિમને મોતને ઘાટ ઉતાર્યો છે. ગુરુવારે વ્હાઇટ હાઉસે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને રાષ્ટ્રપતિ જો બાઇડેનનું નિવેદન બહાર પાડ્યું છે.
Last night at my direction, U.S. military forces successfully undertook a counterterrorism operation. Thanks to the bravery of our Armed Forces, we have removed from the battlefield Abu Ibrahim al-Hashimi al-Qurayshi — the leader of ISIS. https://t.co/lsYQHE9lR9
બાઇડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે,"ગત રાત્રે મારી સૂચનાઓ પર ઉત્તર પશ્ચિમ સીરિયામાં યુએસ સૈન્ય દળોએ અમેરિકન લોકો અને અમારા સહયોગીઓની સુરક્ષા માટે અને વિશ્વને સુરક્ષિત સ્થાન બનાવવા માટે આતંકવાદ વિરોધી કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી હતી." અમારા સશસ્ત્ર દળોના કૌશલ્ય અને બહાદુરી માટે આભાર. અમે ISIS ચીફ અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીને યુદ્ધના મેદાનમાંથી હટાવી દીધો છે. ઓપરેશન બાદ તમામ અમેરિકનો સુરક્ષિત રીતે પરત ફર્યા છે. ભગવાન આપણા સૈનિકોનું રક્ષણ કરે.
નોંધનીય છે કે આ પહેલા સ્થાનિક લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે તુર્કીની સરહદ પાસે રાતોરાત ઓપરેશનમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા. જેમાં 7 બાળકો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર