લાખો લોકોનાં મોત બાદ ISISનો અંત, કબજામાંથી તમામ ગામ મુક્ત

ઇસ્લામિક સ્ટેટના છેલ્લા ગઢ પર વિજયોત્સવ મનાવી રહેલા સૈનિકો

 • Share this:
  છેલ્લા પાંચ વર્ષથી આંતકના ઓછાયા હેઠળ રહેલા સીરિયામાં અંતે શાંતિનો સુરજ ઉગ્યો છે, અમેરિકન આર્મીએ જાહેરાત કરી છે કે સીરિયાના તમામ વિસ્તારને ISISના કબજામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં સીરિયાના લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે, તો કરોડો લોકો બેઘર બન્યા છે, જેઓ પહેરેલા કપડાંએ દેશ છોડી બીજા દેશમાં આશરો લેવા મજબૂર થયા છે.

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી કે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના અધિકાર ક્ષેત્રવાળા તમામ વિસ્તારોને મુક્ત કરાવી દીધા છે. જો કે, અધિકારીઓએ જણાવ્યું કે, ગઠબંધન સેના અને સંગઠનના ફાઇટર્સની વચ્ચે જમીન સ્તરે નાની-મોટી લડાઇ ચાલુ છે. સીરિયાના બાઘોજમાં ISના અંતિમ ગઢ નષ્ટ થવાથી ઇસ્લામિક સ્ટેટ સંગઠનના સ્વઘોષિત ખલીફા શાસનનો અંત આવી જશે.

  પાંચ વર્ષ ચાલેલા યુદ્ધમાં કરોડો લોકો બેઘર બન્યા છે


  સીરિયા અને ઇરાકના મોટાં ભૂમિભાગમાં આઇએસઆઇએસનો એક સમયે ખાસ પ્રભાવ હતો. આ વિસ્તારમાં કબજો હોવાથી તેણે આખા વિશ્વમાં હુમલાને અંજામ આપવા માટે સ્થળ મળી ગયું હતું. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, એ સમય આવી ગયો છે, જ્યારે અમેરિકા અને અમેરિકા સમર્થિત કુર્દિશ સેનાના અભિયાન બાદ આતંકવાદી સમૂહનું ક્ષેત્રમાં ક્યાંય નિયંત્રણ નથી.

  અમેરિકા સમર્થિત સીરિયન ફોર્સની સાથે અમેરિકાનું આ અભિયાન પાંચ વર્ષ સુધી ચાલ્યું. આ દરમિયાન ઓછામાં ઓછા 1,00000 બોમ્બનો ઉપયોગ થયો અને અસંખ્ય નાગરિકોના મોત થયા. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિન સારાહ સેન્ડર્સે એરફોર્સ વન વિમાન પર સવાર પત્રકારોને જણાવ્યું કે, સીરિયામાં આઇએસના ખલીફા શાસનનો અંત આવી ગયો છે.
  Published by:Sanjay Vaghela
  First published: