સમુદ્રમાં ચીનની દખલને રોકશે ભારત, US સાથે થઈ 2.6 બિલિયન ડોલરની ડીલ

પ્રતીકાત્મક તસવીર

MH-60R હેલિકોપ્ટરનું નિકેનમ રોમિયો, તેનું નિર્માણ સબમરીન પર નિશાન સાધવા માટે કરાયું

 • Share this:
  ભારતીય નેવી હવે વધુ મજબૂત થશે. અમેરિકાએ મંગળવારે કહ્યું કે તેણે ભારતને 24 એન્ટી સબમરીન MH-60R હેલિકોપ્ટરોના વેચાણને મંજૂરી આપી છે. તેનાથી સબમરીનોને નિશાન સાધવામાં ભારતની મારક ક્ષમતા વધશે. ભારતીય સમુદ્રમાં ચીનના વધતા દખલને કારણે ભારત માટે હેલિકોપ્ટરનો આ સોદો મહત્વપૂર્ણ રહેશે.

  ગયા વર્ષે 16 નવેમ્બરે ભારતે અમેરિકાને પત્ર લખ્યો હતો. અમેરિકન વિદેશ વિભાગે કહ્યું કે અમેરિકન કોંગ્રેસે ભારતને કુલ 2.6 બિલિયન ડોલરના 24 હેલિકોપ્ટર ખરીદવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

  MH-60R હેલિકોપ્ટરનું નિકનેમ રોમિયો છે. તેને સબમરીન પર નિશાન સાધવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. લોકહીડ માર્ટિન તરફથી ડિઝાઇન તૈયાર કરાયેલું MH-60R હેલિકોપ્ટર જહાજોનો સામનો કરવા અને સમુદ્રમાં રાહત અને સર્ચ ઓપરેશન કરવામાં સક્ષમ છે. વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, આ અમેરિકા-ભારતીય ડિપ્લોમેટિક સંબંધોને મજબૂત કરવા અને એક પ્રમુખ રક્ષાત્મક ભાગીદારીની સુરક્ષામાં સુધાર કરવામાં મદદ કરવા સંયુક્ત રાજ્યની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં સહયોગ કરશે.

  આ પણ વાંચો, UAEએ ભારતના હવાલે કર્યો CRPF કેમ્પ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ

  MH-60R હેલિકોપ્ટરના પ્રસ્તાવિત વેચાણ પર અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકન વિદેશ વિભાગે ભારતને એક પ્રમુખ રક્ષાત્મક ભાગીદાર ગણાવ્યું જે ઇન્ડો-પેસેફિક અને દક્ષિણ એશિયા વિસ્તારમાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ શક્તિ બનેલું છે.

  MH-60R રોમિયો હેલિકોપ્ટર હાલ માત્ર અમેરિકાની પાસે છે. 24 હેલિકોપ્ટરોની ખરીદી બાદ સરકારની યોજના 123 હેલિકોપ્ટર દેશમાં બનાવવાની છે. હાલના દિવસોમાં ભારત-અમેરિકાના સંબંધો મજબૂત થયા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ભારતીય સેનાની જરૂરિયાથ મુજબ હાઈટેક અમેરિકન સૈન્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો રસ્તો ખોલી દીધો છે.
  Published by:Mrunal Bhojak
  First published: