Home /News /national-international /કોરોના વેક્સીનેશન માટે ભારતની સાથે અમેરિકા, 2.5 કરોડ ડોલરની મદદ આપશે

કોરોના વેક્સીનેશન માટે ભારતની સાથે અમેરિકા, 2.5 કરોડ ડોલરની મદદ આપશે

કોરોના વેક્સીનેશન માટે ભારતની સાથે અમેરિકા, 2.5 કરોડ ડોલરની મદદ આપશે

Covid-19 Vacciantion Program- અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું- ભારતની મદદને ક્યારેય ભૂલીશું નહીં

નવી દિલ્હી : અમેરિકાએ બુધવારે ભારતના ટિકાકરણ કાર્યક્રમમાં (Covid-19 Vacciantion Program)સહાય અંતર્ગત 2.5 કરોડ ડોલરની મદદની ઘોષણા કરી છે. બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને (Antony Blinken)કહ્યું કે આ ફંડિગમાં ભારતમાં વેક્સીનેશનની સપ્લાઇ ચેઇનને મજબૂત આપીને લોકોના જીવ બચાવવાનું કામ કરશે. આ ઉપરાંત વેક્સીનને લઇને ફેલાવવામાં આવી રહેલા ભ્રમ, હિચકિચાટ દૂર કરવાની સાથે સ્વાસ્થ્યકર્મીઓની ટ્રેનિંગમાં મદદ મળી શકશે.

બ્લિંકને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરતા કહ્યું કે અમેરિકાએ કોવિડની સહાયતા તરીકે અત્યાર સુધી 200 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે. મને એ જાહેરાત કરતા ખુશી થઇ રહી છે કે આખા ભારતના ટિકાકરણ પ્રયાસોમાં મદદ માટે સંયુક્ત રાજ્યની સરકાર વધારાની 25 મિલિયન ડોલરની સહાયતા મોકલશે.

આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર : અમરનાથ ગુફા પાસે વાદળ ફાળ્યું, ઘટનાનો સામે આવ્યો VIDEO

બ્લિંકને કહ્યું કે આ ફંડિગ વેક્સીન સપ્લાઇ ચેઇન લોજિસ્ટિક્સને મજબૂત કરવા, વેક્સીનને લઇને ખોટી જાણકારીઓ દૂર કરવા, વેક્સીનને લઇને લોકોમાં થઇ રહેલા ભ્રમણાને દૂર કરવા અને સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રશિક્ષિત કરવામાં મદદ કરીને જીવનને બચવવામાં યોગદાન આપશે. તેમણે કહ્યું કે અમે ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં આ મહામારીને સમાપ્ત કરવા માટે દ્રઢ છીએ. અમે તેને ખતમ કરવા માટે કામ કરીશું.

બ્લિંકને કહ્યું- ભારતની મદદને ક્યારેય ભૂલીશું નહીં

કોવિડ-19ના કારણે અમેરિકા અને ભારતને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને બ્લિંકને કહ્યું કે મહામારીની શરૂઆતમાં ભારત તરફથી મોકલવામાં આવેલી મદદને અમે કૃતજ્ઞતાથી યાદ કરીએ છીએ અને તેને ક્યારેય ભૂલીશ નહીં.
First published:

Tags: Antony Blinken, Corona third wave in india, COVID-19, Covid-19 variants, Vaccination

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો