Home /News /national-international /સુલેમાની હજારો અમેરિકનોનો હત્યારો હતો, વર્ષો પહેલાં જ મારી નાંખવાની જરૂર હતી : ટ્રમ્પ

સુલેમાની હજારો અમેરિકનોનો હત્યારો હતો, વર્ષો પહેલાં જ મારી નાંખવાની જરૂર હતી : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

ઇરાન પર અમેરિકાએ કરેલી એરસ્ટ્રાઇક બાદ પહેલી વાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે 'સુલેમાનીએ લાંબા સમય સુધી હજારો અમેરિકનોની હત્યા કરી હતી

વૉશિંગ્ટન : ઇરાન પર અમેરિકાએ કરેલી એરસ્ટ્રાઇક બાદ પહેલી વાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે 'સુલેમાનીએ લાંબા સમય સુધી હજારો અમેરિકનોની હત્યા કરી હતી

વૉશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ (Donald Trump) ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકન ઍરસ્ટ્રાઇકમાં માર્યા ગયેલા ઈરાની સૈન્યના સેનાપતિ કાસીમ સુલેમાનીની હત્યા ઘણા સમય પહેલાં થવાની જરૂર હતી.

આ મુદ્દે તેમની પ્રથમ પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પ કહે છે, આ કામગીરી શુક્રવારે બગદાદમાં (Baghdad)ના ઇન્ટરનેશનલ એરપોર્ટ (airport) પર કરવામાં આવી હતી. ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે સુલેમાનીને 'વર્ષો પહેલા માર મારી નાંખવાની જરૂર હતી.'

સુલેમાનીએ હજારો અમેરિકનોને માર્યા અને ઘાયલ કર્યા હતા: ટ્રમ્પ

ટ્રમ્પે આ મુદ્દે અમેરિકન ધ્વજની તસવીર ટ્વીટ કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે આ મુદ્દે પોતાનું મૌન તોડતાં કહ્યું હતું કે, "જનરલ કાસીમ સુલેમાનીએ લાંબા સમય સુધી હજારો અમેરિકનોને માર્યા અને ઘાયલ કર્યા હતા, અને વધુ અનેક અમેરિકનોને મારવાની યોજના ઘડી રહ્યો હતો. પણ અમેરિકાએ તેને ઝડપી પાડ્યો. તે સીધી કે આડકતરી રીતે લાખો લોકોની મોતનો જવાબદાર હતો. જેમાં તાજેતરમાં માર્યા ગયેલા ઘણા લોકોનો સમાવેશ થાય છે.”

આ પણ વાંચો : ઇમરાનનું જુઠાણું ફરી સામે આવ્યું, બાંગ્લાદેશના વીડિયોને UPનો બતાવી શેર કર્યો

ટ્રમ્પે ટ્વીટ કર્યું, 'ઈરાનમાં જ સુલેમાનીના કારણે અનેક પ્રદર્શનકારીઓના મોત થયા હતા. જોકે ઈરાન આને ક્યારેય સ્વીકારશે નહીં, સુલેમાનીને દેશની અંદર પણ ધિક્કારવામાં આવ્યો હતો. ઈરાનના નેતાઓ જેટલું બતાવી રહ્યા છે એટલા પણ દુ:ખી નથી.



સુલેમાનીને મારવામાં આવ્યો ત્યારે ટ્રમ્પ રજા પર હતા

સુલેમાનીની ​​હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્લોરિડામાં રજાઓ માણી રહ્યા હતા તે દરમિયાન તેમણે અમેરિકન ધ્વજનો ફોટો ટ્વીટ કર્યો હતો. તેમણે ફરી ટ્વીટ કર્યું, "ઇરાન એવો દેશ છે ક્યારેય યુદ્ધ જીતી શક્યો નહીં, પરંતુ વાતચીતમાં ક્યારેય હાર્યો નહીં!" ટ્રમ્પના પુરોગામી બરાક ઓબામાએ પરમાણુ કરારની વિરુદ્ધ તેહરાન સાથે વાતચીત કરી હતી, ટ્રમ્પે આ મુદ્દે ઓબામાને પણ ટોણો માર્યો હતો.

આ પણ વાંચો : અમિત શાહનો વિપક્ષને પડકાર, CAA અંગે એક ઈંચ પણ પાછા નહીં હટીએ

વિરોધી પક્ષોએ વધતા તણાવનો ભય વ્યક્ત કર્યો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ આ કાર્યવાહીની પ્રશંસા કરી છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓએ આશંકા વ્યક્ત કરી છે કે તેનાથી પ્રાદેશિક તણાવ પેદા થઈ શકે છે. આ અંગે અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું, "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગમાં ઘી રેડવાની કામગીરી કરી છે."
First published:

Tags: Airstrike, US