Home /News /national-international /આ બેઠક પરથી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની ટિકિટ પર લડશે!

આ બેઠક પરથી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની ટિકિટ પર લડશે!

ઉર્મિલા માતોંડકરે કહ્યું કે કાશ્મીરમાંથી અમાનવીય રીતે આર્ટિકલ-370 રદ થઈ છે.

કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને પક્ષમાં જોડીને તેમને લોકસભામાં ઉતારી શકે છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં મોટા માથાઓને મેદાનમાં ઉતારવાની રણનીતિ તૈયાર કરી હોવાના અહેવાલ છે. ફિલ્મસ્ટાર્સની લોકપ્રિયતાને વોટમાં તબદીલ કરી અને કોંગ્રેસ પાર્ટી જીતનો રસ્તો કંડારી શકે છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને તેમને કોંગ્રેસ મુંબઈ નોર્થની બેઠક પરથી લોકસભામાં ઉતારી શકે છે.

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં અગાઉ બિગ બોસ ફેમ શિલ્પા શિંદે અને અસાવરી જોશી જોડાયા છે,તેઓ બંને ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ભાજપે આ બેઠક પર વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીને વધુ એક વાર ઉમેદવાર બનાવ્યા છે.

    આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપે પણ અનેક કલાકારો અને ખેલાડીઓને તક આપી છે. કોંગ્રેસ પણ આજ રણનીતિના ભાગરૂપે જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. અગાઉ સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાયા અને નાટ્યાત્મક રીતે કોંગ્રેસમાં ન જોડાયા હોવાનો ખુલાસો કર્યો હતો. ગત અઠવાડિયા ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા હતા. અગાઉ કરીના કપૂર, સલમાન ખાનને પણ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા લડાવાની ચર્ચા થયેલી છે, ત્યારે ફરી એક વાર બૉલિવૂડની બ્યૂટીને ચૂંટણીમાં ઉતારવાની કવાયત થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genral Election 2019, Loksabah Election 2019, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन