ઉર્મિલા માતોંડકર હવે શિવસેનામાં જોડાશે, કોંગ્રેસની ટિકિટ પર 2019માં લડી હતી ચૂંટણી

ઉર્મિલા માતોંડકર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નજીકના સહયોગી હર્ષલ પ્રધાને રવિવારે કહ્યું કે ઉર્મિલા માતોંડકર મુખ્યમંત્રીની હાજરીમાં શિવસેનામાં જોડાશે.

 • Share this:
  બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) મંગળવારે શિવસેના (Shiv Sena)માં જોડાશે. તેમણે 2019માં કોંગ્રેસ (Congress)ની ટિકટ પર લોકસભાની ચૂંટણી લડી હતી અને તે પછી તેમણે પાર્ટી છોડી દીધી હતી. પાર્ટીના એક પદઅધિકારીએ આ મામલે જાણકારી આપી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરના નજીકના સહયોગી હર્ષલ પ્રધાને રવિવારે કહ્યું હતું કે ઊર્મિલા માતોંડકર મુખ્યમંત્રીની હાજરીમાં શિવસેનામાં જોડાશે.
  શિવસેનાએ રાજ્યપાલ બીએસ કોશ્યારીની પાસે માતોંડકરનું નામ વિધાન પરિષદમાં રાજ્યપાલ કોટોમાં જોડાવ માટે પણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય આ કોટો માટે મહા વિકાસ અધાડીએ 11 બીજા નામ પણ મોકલાયા છે.

  જો કે રાજ્યપાલે હજી 12 નામોને મંજૂરીથી આપી. માતોંડકરે 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઇની ઉત્તરી સીટથી કોંગ્રેસ ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી તે કોંગ્રેસનું મુંબઇના પ્રવક્તા તરીકે કામ કરી રહી હતી પણ પાછળથી તેમણે પાર્ટી છોડી દીધી હતી.
  તમને જણાવી દઇએ કે ઉર્મિલા મોતાડકરનું નામ આ પહેલા અનેક વિવાદો સાથે પણ જોડાયેલું છે.

  ઉર્મિલા માતોંડકર મામલે ગત મહિને શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે મેં પણ આ અટકળો વિષે સાંભળ્યું છે. સરકાર માતોંડકરને પરિષદ માટે મનોનીત કરશે. આ રાજ્યના મંત્રીમંડણનો વિશેષઅધિકાર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ પર પોતાનો નિર્ણય લેશે.

  ઉલ્લેખનીય છે કે હાલમાં જ કંગના રનૈતની POK વાળી વિવાદાસ્પદ ટ્વિટ પર ઊર્મિલા માતોડકરે અનેક ટ્વિટ કરીને આ મામલે પ્રતિક્રિયા આપી હતી. ત્યારે તે ચર્ચાનું કેન્દ્ર બની હતી. અને હવે તે કોંગ્રેસ છોડી શિવસેનાનો ભાગ બની છે.
  Published by:Chaitali Shukla
  First published: