કાશ્મીર વિશે ઉર્મિલા માતોંડકરે કહ્યું- પતિ 22 દિવસોથી માતાપિતા સાથે વાત કરી શક્યા નથી

News18 Gujarati
Updated: August 30, 2019, 12:45 PM IST
કાશ્મીર વિશે ઉર્મિલા માતોંડકરે કહ્યું- પતિ 22 દિવસોથી માતાપિતા સાથે વાત કરી શક્યા નથી
ઉર્મિલા માતોંડકરે કહ્યું કે કાશ્મીરમાંથી અમાનવીય રીતે આર્ટિકલ-370 રદ થઈ છે.

કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પત્રકારોને કહ્યું, ' કલમ 370 અમાનવીય રીતે રદ થઈ છે'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બૉલિવૂડથી રાજકારણમાં પ્રવેશ મેળવનાર અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 રદ થયા બાદ કાશ્મીરમાં રહેતાં તેના સાસુ-સસરા સાથે પતિ 22 દિવસોથી વાત કરી શક્યા નથી. તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પત્રકારોને કહ્યું, ' કલમ 370 અમાનવીય રીતે રદ થઈ છે' ઉર્મિલાએ કહ્યું કે 'મારા સાસુ-સસરા કાશ્મીરમાં રહે છે. બંને ડાયાબેટિક છે. મારા પતિ 22 દિવસથી ન તો તેમંની સાથે વાત કરી શક્યા છે ન તો તેમની ખબરઅંતર પૂછી શક્યા છે.

કાશ્મીરમાંથી આર્ટિકલ-370 રદ કરાઈ

કેન્દ્ર સરકારે ગત 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 રદ કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહે સંસદના બંને સદનોમાં રજૂ કરેલો પ્રસ્તાવ પારિત થયો હતો. આ પ્રસ્તાવ પારિત થતાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 અને 35-A રદ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં અજંપાભરી શાંતિ છે. ચૂસ્ત બંદોબસ્તની વચ્ચે પોલીસ અને સેનાનો પહેરો છે.

આ પણ વાંચો :  બીજેપી નેતાની ધમકી બાદ ગુમ થયેલી વિદ્યાર્થિની છ દિવસે મળી આવી

કોંગ્રેસમાં મતભેદજ્યારથી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 રદ કરી છે, ત્યારથી કોંગ્રેસમાં મતભેદ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યુ છે, જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેનો વિરોધ કરી ચુક્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિલિંદ દેવડા, જ્યોતિરાદિત્ય સિંધિયાથી લઈના રાજ્યના સ્થાનિક નેતા હાર્દિક પટેલ પણ આ નિર્ણયનું સીધી કે આડકતરી રીતે સમર્થન કરી ચુક્યા છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં શીખ પૂજારીની દીકરીનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવાયું

પાકિસ્તાનમાં આજે વિરોધ પ્રદર્શન

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ પાકિસ્તાને મદદ માટે આખી દુનિયા સામે હાથ લંબાવ્યો હતો, પરંતુ એક પણ દેશ તેની મદદ માટે આગળ નથી આવ્યો. હવે કાશ્મીરને લઈને પાકિસ્તાને નવું ગતકડું કર્યું છે. શુક્રવારે આખા પાકિસ્તાનમાં વિરોધ કરવામાં આવશે. આ વિરોધ 12 વાગ્યાથી 12.30 વાગ્યા વચ્ચે કરવામાં આવશે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પાર્લિયામેન્ટ્રી કમિટિની બેઠક દરમિયાન પાક નેશનલ એસેમ્બલીના સ્પીકર ફખર ઇમામે કહ્યુ કે દેશની સંસદની સલાહ પર શુક્રવારે બપોરે 12 વાગ્યે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ સાથે જ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ અહમદે કહ્યુ કે આ દરમિયાન વિરોધ પ્રગટ કરવા માટે આખા દેશની ટ્રેનોને એક મિનિટ માટે અટકાવી દેવામાં આવશે.

 
First published: August 30, 2019
વધુ વાંચો
अगली ख़बर