જેટલીની રાજહઠ અને RBI સામ-સામે: ઉર્જિત પટેલ રાજીનામું આપે તેવી શક્યતા

ઉર્જિત પટેલ (ફાઇલ તસવીર)

ગયા શુક્રવારે આર.બી.આઇનાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ચેતવણી આપી હતી કે, આર.બી.આઇની સ્વાયત્તતા પર તરાપ મારવાથી અર્થતંત્ર પર ખરાબ અસર પડી શકે છે.

 • Share this:
  નરેન્દ્ર મોદી સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) વચ્ચે વધી રહેલા ગજગ્રાહે મોટુ સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલો એટલી હદ સુંધી પહોંચ્યો છે કે, આર.બી.આઇનાં ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે તેવી શક્યતા છે.
  બે દિવસ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ આર.બી.આઇ પર આરોપ લગાવ્યો હતો કે, ઉદ્યોગપતિઓને જાણ્યા-વિચાર્યા વગર કરોડો રૂપિયાની લોન આપી હતી ત્યારે આર.બી.આઇ શું કરતી હતી ?

  CNBC-TV18નાં અહેવાલ અનુસાર, સરકાર અને આર.બી.આઇ વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામુ આપે તેવી શક્યતા છે. બધા જ વિકલ્પો ખુલ્લા છે. સરકાર અને આર.બી.આઈ વચ્ચે એટલો બધો ખટરાગ ઉભો થયો છે કે, તે પુરી શકાય તેમ નથી.

  ‘જો સરકારને RBIની સ્વતંત્રતાની કદર ન હોય તો, અર્થતંત્રની ઘાતક અસરો સહન કરવી પડે’

  આ અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, સરકારે આર.બી.આઇ એક્ટના સેક્શન 7 હેઠળ કામગિરી હાથ ધરી છે. આ જોગવાઇ અનુસાર, સરકાર આર.બી.આઇને આદેશ આપી શકે છે અને તેને જાહેર હિતમાં આપવામાં આવેલા આદેશ કહેવામાં આવે છે.
  આ તકે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ટ્વીટ કરીને લખ્યું કે, સરકારે આર.બી.આઇ એક્ટનો ઉપયોગ કર્યો અને ઇતિહાસમાં ન બની હોય એવી ઘટના બની છે. મને એવો ડર છે કે, હજુ વધારે ખરાબ સમાચાર આવશે.”

  મહત્વની વાત છે કે, ગયા શુક્રવારે આર.બી.આઇનાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ચેતવણી આપી હતી કે, આર.બી.આઇની સ્વાયત્તતા પર તરાપ મારવાથી અર્થતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. વિરલ આચાર્યના નિવેદનથી મોદી સરકાર ખુબ નારાજ થઇ હતી.

  જ્યારે બેન્કો આડેધડ લોન આપી રહી હતી, ત્યારે બીજે જોઈ રહી હતી RBI: જેટલી
  Published by:Vijaysinh Parmar
  First published: