UPSC ટોપર શાહ ફૈસલ કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, કોઈ ચોરી ગયું મોબાઈલ

પ્રેસ કોન્ફરન્સ બાદ શાહ ફૈસલ ચારે તરફ મોબાઇલ શોધતા રહ્યા, પરંતુ તેમને મોબાઇલ ક્યાંય મળ્યો જ નહીં

News18 Gujarati
Updated: January 11, 2019, 6:01 PM IST
UPSC ટોપર શાહ ફૈસલ કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, કોઈ ચોરી ગયું મોબાઈલ
શાહ ફૈસલ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: January 11, 2019, 6:01 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પહેલા IAS ટોપર ફૈસલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. શુક્રવારે તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. ત્યાં તેઓ પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોઈ તેમનો મોબાઇલ ચોરી ગયું હતું. પ્રેસ કોન્ફરન્સ બાદ શાહ ફૈસલ ચારે તરફ મોબાઇલ શોધતા રહ્યા, પરંતુ તેમને મોબાઇલ ક્યાંય મળ્યો જ નહીં.

આગામી લોકસભા ચૂંટણી વિશે વાત કરતાં શાહે કહ્યું કે તેઓ ચૂંટણી લડવા માંગશે. પરંતુ કઈ પાર્ટીમાં તેઓ સામેલ થશે તેને લઈને શાહ ફૈસલે કંઈ જ કહ્યું.

તેઓએ રાજીનામા બાદ કહ્યું હતું કે કાશ્મીરમાં હિંસાનો તેઓ વિરોધ કરે છે. ફૈસલે અલગતાવાદી હુર્રિયતમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો અને કહ્યું કે શાસનમાં મળેલા અનુભવનો ત્યાં કોઈ ઉપયોગ નથી કરી શકાતો.

આ પણ વાંચો, IAS પરીક્ષા ટોપ કરનાર કાશ્મીરી યુવાન રાજકારણમાં ઝંપલાવશે
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर