નવી દિલ્હી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public service Commission, UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2021 (Civil Services Exam 2021) અને ભારતીય વન સેવા (પ્રિલિમ્સ) પરીક્ષા (Indian Forest Services) 2021ની સંયુક્ત સૂચના આજે એટલે કે 10 ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કરવામાં આવશે. કમિશન દ્વારા જાહેર કરાયેલ વર્ષ 2021ના પરીક્ષાના સમયપત્રક મુજબ અરજીની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી શરૂ થશે.
UPSC પ્રિલિમ્સ 2021ની નોટિફિકેશન કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર બહાર પાડવામાં આવશે. અરજીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન થશે. રસ ધરાવતા ઉમેદવારો 2 માર્ચ 2021 સુધી યુપીએસસી એપ્લિકેશન પોર્ટલ upsconline.nic.in પર ઓનલાઇન અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, UPSC પ્રિલિમ્સ 2021નું આયોજન 27 જૂને થવાનું છે.
માન્ય યુનિવર્સિટી અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા ઉમેદવારો UPSC પ્રિલીમ્સ 2021ની નોટિફિકેશન જાહેર થયા બાદ અરજી કરી શકશે. ઉપરાંત, પરીક્ષા માટે અરજી કરવા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 32 વર્ષ સુધીની હોવી જોઈએ. ઉંમર કટ-ઓફ તારીખની જાહેરાત
UPSC નોટિફિકેશન 2021 દ્વારા કરાશે.
મહત્વનું છે કે, ગઈકાલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ગત વર્ષે કોરોનાને કારણે અંતિમ પ્રયાસમાં પરીક્ષામાં ન બેસી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને કેન્દ્ર વય સીમા પર છૂટછાટ આપવાના વિરોધમાં છે. કારણ કે આવા વિદ્યાર્થીઓને તક આપવાથી અન્ય ઉમેદવારો સાથે અન્યાય થશે. જે બાદ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતા નિર્ણય અનામત રાખ્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર