UPSCએ પરીક્ષાનું નવું કેલેન્ડર જાહેર કર્યું, સિવિલ સર્વિસ પ્રીલિમિનરી પરીક્ષા 4 ઓક્ટોબરે યોજાશે

News18 Gujarati
Updated: June 5, 2020, 5:17 PM IST
UPSCએ પરીક્ષાનું નવું કેલેન્ડર જાહેર કર્યું, સિવિલ સર્વિસ પ્રીલિમિનરી પરીક્ષા 4 ઓક્ટોબરે યોજાશે
UPSCએ પરીક્ષાનું નવું કેલેન્ડર જાહેર કર્યું, સિવિલ સર્વિસ પ્રીલિમિનરી પરીક્ષા 4 ઓક્ટોબરે યોજાશે

આ પહેલા UPSCની પ્રીલિમિનરીની પરીક્ષા 31 મે ના રોજ યોજાવાની હતી પણ કોરોના વાયરસના કારણે પરીક્ષા સ્થગતિ કરી દેવામાં આવી હતી

  • Share this:
નવી દિલ્હી : યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) સિવિલ સર્વિસ પ્રીલિમિનરી એક્ઝામની નવી તારીખની જાહેરાત કરી દીધી છે. જાહેર કરેલી ડેટશીટ પ્રમાણે યૂપીએસસી સર્વિસ પ્રીલિમિનરીની પરીક્ષા 4 ઓક્ટોબર 2020ના રોજ યોજાશે.

સિવિલ સર્વિસ એક્ઝામની તારીખોની જાહેરાત પછી યૂપીએસસી ઉમેદવાર માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. એક્ઝામ માટે એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સિવિલ સર્વિસ પ્રીલિમિનરી એક્ઝામ સાથે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પ્રીલિમિનરીની પરીક્ષા પણ 4 ઓક્ટોબરે આયોજીત કરવામાં આવશે. આ સિવાય એનડીએ અને એનએ એક્ઝામિનેશન (I), 2020 રવિવારે 6 સપ્ટેમ્બરે યોજાશે.

આ તારીખો યાદ રાખો

- યૂપીએસસી પ્રારંભિક પરીક્ષા - 4 ઓક્ટોબર

- મુખ્ય પરીક્ષા - 8 જાન્યુઆરી

- ફોરેસ્ટ સર્વિસ પ્રારંભિક પરીક્ષા - 28 ફેબ્રુઆરી 2021- ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ એક્ઝામ/સ્ટેટિસ્ટીકલ સર્વિસ એક્ઝામ - 16 ઓક્ટોબર, 10 જૂને નોટિફિકેશન જાહેર થશે

- એનડીએ/એનએ એક્ઝામ - 6 સપ્ટેમ્બર

- કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસ એક્ઝામ - 22 ઓક્ટોબર, નોટિફિકેશન 22 જુલાઈએ જાહેર થશે

- સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (ACs)એક્ઝામ - 20 ડિસેમ્બર, નોટિફિકેશન 18 ઓગસ્ટે

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાનો ખુલાસો - નતાશા જાણતી ન હતી કે હું ક્રિકેટર છું, લુક જોઈને સમજી અજીબ પ્રાણી



આ પહેલા UPSCની પ્રીલિમિનરીની પરીક્ષા 31 મે ના રોજ યોજાવાની હતી પણ કોરોના વાયરસના કારણે પરીક્ષા સ્થગતિ કરી દેવામાં આવી હતી. આ સાથે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. યૂપીએસસી સિવિલ સર્વિસ માટે ઉમેદવારોની પસંદગી પ્રીલિમિનરી અને મુખ્ય એક્ઝામના આધારે થાય છે.
First published: June 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading