Home /News /national-international /

UPSC Final Result: યૂપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર, શ્રૃતિ શર્માને પ્રથમ રેન્ક

UPSC Final Result: યૂપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર, શ્રૃતિ શર્માને પ્રથમ રેન્ક

યૂપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર (પ્રતિકાત્મક તસવીર)

UPSC Civil Service Final Result: પ્રથમ ત્રણ નંબરે છોકરીઓ બાજી મારવામાં સફળ રહી છે

    નવી દિલ્હી : યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યૂપીએસસીના જાહેર થયેલા પરિણામમાં શ્રૃતિ શર્માને પ્રથમ રેન્ક મળ્યો છે. અંકિતા અગ્રવાલને બીજો અને ગામિની સિંગલાને ત્રીજો રેન્ક મળ્યો છે. પ્રથમ ત્રણ નંબરે છોકરીઓ બાજી મારવામાં સફળ રહી છે.

    ઐશ્વર્યા વર્મા ચોથા નંબરે, ઉત્કર્ષ દ્વિવેદી પાંચમાં ક્રમે અને યક્શ ચૌધરી છઠ્ઠા નંબરે રહ્યા છે. શ્રૃતિ શર્મા દિલ્હીના સેન્ટ સ્ટિફન્સ કોલેજ અને જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થિની છે.

    ઉમેદવારો યૂપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને રિઝલ્ટ આસાનાથી ચેક કરી શકે છે. સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલા પીડીએફ દ્વારા ઉમેદવારો પોતાનો રજીસ્ટ્રેશન નંબર ચેક કરી શકે છે.

    આ પણ વાંચો - Modi@8: PM મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર ન્યૂ ઈન્ડિયા બની રહ્યું છે : અમિત શાહ




    યૂપીએસસીની પરીક્ષામાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં થોડાક જ ઉમેદવારો સફળ થાય છે. આ સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી એક છે. પંચે 5 એપ્રિલથી 26 મે વચ્ચે ઇન્ટરવ્યૂ લીધા હતા. યૂપીએસસી દ્વારા નિયુક્તિ માટે કુલ 685 ઉમેદવારોની ભલામણ કરી છે. જેમાં 244 સામાન્ય, 73 ઇડબલ્યૂએસ, 203 ઓબીસી, 105 એસસી અને 60 એસટી વર્ગના ઉમેદવાર સામેલ છે.

    આ પણ વાંચો - Modi@8: ખેડૂતોને કૃષિના સુવર્ણ દોર તરફ લઇ જઇ રહી છે મોદી સરકાર - નરેન્દ્રસિંહ તોમર

    કચ્છનો યુવાન UPSCમાં થયો સિલેક્ટ, IAS બનવાની છે ઇચ્છા

    ગુજરાતનો (UPSC in Gujarat) યુવાન પણ UPSCમાં ઉતીર્ણ થયો છે. કચ્છના માંડવી તાલુકાના નાના એવા વિંગડિયા ગામના યુવાન જયવીર ગઢવીએ (Jayvir Gadhvi) GPSCમાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યા બાદ હવે UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પણ પાસ કરી છે. જયવીરે 25 વર્ષની ઉંમરે 341નો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. ગઢવીની આઈએએસ બનવાની ઈચ્છા છે. હાલમાં જયવીર ગઢવી વડોદરા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. ધો.1થી 5 સુધીનો અભ્યાસ પોતાના ગામની જ પ્રાથમિક શાળામાંથી કર્યા પછી તેમણે ધો.6થી 10નો અભ્યાસ કચ્છની નવોદય વિદ્યાલયમાં કર્યો હતો. તેમણે ધો.11 અને 12 સાયન્સનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો. જેમાં બહું સારા ગુણ આવવાથી તેમને સુરતની NITમાં એડમિશન લીધું. એનઆઈટીમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: UPSC, UPSC Result

    આગામી સમાચાર