સંસદમાં અધીર રંજન ચૌધરીએ કહ્યું, ગાંધીજીનું અપમાન કરનારા 'રાવણના સંતાન'

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ સરકાર 'ગોડસેની સરકાર' છે

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ સરકાર 'ગોડસેની સરકાર' છે

 • Share this:
  નવી દિલ્હી : બીજેપી સાંસદ અનંત હેગડે (Anantkumar Hegde)એ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) પર આપેલા વિવાદાસ્પદ નિવેદનથી બીજેપી (BJP)ને વિપક્ષની આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સંસદના બજેટ સત્રના ચોથા દિવસ મંગળવારે વિપક્ષ તરફથી આ મામલો ઉઠાવવામાં આવ્યો. આ દરમિયાન કૉંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)એ બીજેપી નેતાઓને 'રાવણના સંતાન' પણ કહી દીધા. બીજેપી સાંસદોએ ચૌધરીના આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી અને હોબાળા બાદ ગૃહનો વૉક આઉટ કરી દીધો.

  લોકસભામાં શૂન્ય કાળમાં કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, દેશભરમાં નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને લઈ શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યા છે. અમે મહાત્મા ગાંધીના આદર્શો પર ચાલતા શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છીએ. દુનિયાભરમાં ગાંધીજીના આદર્શોની વાત થાય છે પરંતુ હવે આમના તરફથી તેમના વિશે ખોટી વાતો કહેવામાં આવી રહી છે.  ચૌધરીએ વધુમાં કહ્યું કે, ગાંધીજીએ દેશને પરાધીનતાથી મુક્ત કરાવ્યો. આજે આ લોકો મહાત્મા ગાંધીને અપશબ્દ કહે છે. આ લોકો રામના પૂજારી (ગાંધી)નું અપમાન કરી રહ્યા છે. (બીજેપી નેતા) રાવણનાં સંતાનો છે. ચૌધરી અહીંથી અટક્યા નહીં. તેઓએ બાપૂના હત્યારા નથૂરામ ગોડસેનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે આ સરકાર ગોડસેની સરકાર છે.

  અધીર રંજન ચૌધરીના આ નિવેદન પર જોરદાર હોબાળો થયો. બીજેપી સાંસદોએ પોતાની સીટથી ઊભા થઈને વિરોધ કર્યો અને થોડીવાર માટે વૉક આઉટ કર્યું. બીજેપી સાંસદોના હોબાળાની વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેને કાર્યવાહીમાં સામલે નહીં કરવામાં આવે.  પ્રહ્લાદ જોશીએ અધીર રંજન ચૌધરીએ આપ્યો જવાબ

  ત્યારબાદ પ્રહ્લાદ જોશીએ કૉંગ્રેસ પર વળતો હુમલો કર્યો. જોશીએ કહ્યું કે, અમે લોકો મહાત્મા ગાંધીના અસલી ભક્ત છીએ. આ લોકો (કૉંગ્રેસી) સોનિયા અને રાહુલ જેવા નકરલી ગાંધીને માનનારા છે.

  આ પણ વાંચો, BJP સાંસદ અનંત હેગડેનું ગાંધીજી પર વિવાદિત નિવેદન : 'તેમનો સ્વાતંત્રતા સંગ્રામ માત્ર ડ્રામા'
  Published by:Mrunal Bhojak
  First published: