લોકસભા : અનુરાગ ઠાકુર ઊભા થતાં જ વિપક્ષની નારેબાજી : 'ગોલી મંત્રી ગો બેક'

લોકસભામાં અનુરાગ ઠાકુર

CAAની વિરુદ્ધ સંસદમાં ભારે હોબાળો, વિપક્ષી સાંસદ બોલ્યા- 'ગોળી મારવાનું બંધ કરો'

 • Share this:
  નવી દિલ્હી : વિપક્ષી પાર્ટીઓ સંશોધિત નાગરિકતા કાયદો (CAA), રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન (NRC)ને લઈને સોમવારે લોકસભામાં કાર્યવાહીની શરૂઆત થતાં જ જોરદાર હોબાળો થયો. લોકસભા શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ દિલ્હીના જામિયા અને શાહીનબાગમાં થયેલી ફાયરિંગના વિરોધમાં નારા લગાવવાની શરૂઆત કરી દીધી. વિપક્ષી સાંસદોએ નારા લગાવતાં કહ્યું કે, ગોળી મારવાનું બંધ કરો, દેશ તોડવાનું બંધ કરો. નોંધનીય છે કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શાહીનબાગ અને તેની આસપાસ ફાયરિંગની ત્રણ ઘટનાઓ બની છે.

  આ દરમિયાન લોકસભામાં જ્યારે અનુરાગ ઠાકુરે બોલવાનું શરૂ કર્યું તો વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. સાંસદોએ નારા લગાવતા બોલવાનું શરૂ કરી દીધું કે, 'ગોલી મંત્રી ગો બેક'.  નોંધનીય છે કે, નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે એક જાહેરસભામાં ઉપસ્થિત લોકોને ગોલી મારો,...... ના નારા લગાવ્યા હતા. ઠાકુરના આ નિવેદન બાદથી જામિયા અને શાહીનબાગમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જોકે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ દરમિયાન તમા વિપક્ષી સાંસદોને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમ છતાંય નારેબાજી ચાલુ રહી હતી.  બીજી બાજુ, રાજ્યસભાની કાર્યવાહીને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. નોંધનીય છે કે, કૉંગ્રેસ (Congress), તૃણમૂલ કૉંગ્રેસ (TMC), ડાબેરી પાર્ટીઓ (Left Parties), રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કેટલાક અન્ય પાર્ટી પહેલા જ સીએએ, એનપીઆર અને એનઆરસી પર તાત્કાલીક ચર્ચા (Immediate Discussion)ની માંગ લઈને રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ (Adjournment Motion) આપી ચૂક્યા છે.

  આ પણ વાંચો, BJP સાંસદ અનંત હેગડેનું ગાંધીજી પર વિવાદિત નિવેદન : 'તેમનો સ્વાતંત્રતા સંગ્રામ માત્ર ડ્રામા'
  Published by:Mrunal Bhojak
  First published: