Home /News /national-international /

રામપુર કે શોલે : આઝમ ખાન સામે જયા પ્રદાની લડાઈમાં ઇતિહાસનું પુનરાવર્તન

રામપુર કે શોલે : આઝમ ખાન સામે જયા પ્રદાની લડાઈમાં ઇતિહાસનું પુનરાવર્તન

આ ચૂંટણીમાં આઝમ ખાન સાવચેતી પૂર્વક ચાલી રહ્યાં છે. તેમમે જિલ્લા પ્રસાશન અને યોગી આદિત્યનાથ પર લોહીના તરસ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે પરંતુ જયા પ્રદા પર એક પણ ટીપ્પણી નથી કરી.

આ ચૂંટણીમાં આઝમ ખાન સાવચેતી પૂર્વક ચાલી રહ્યાં છે. તેમમે જિલ્લા પ્રસાશન અને યોગી આદિત્યનાથ પર લોહીના તરસ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે પરંતુ જયા પ્રદા પર એક પણ ટીપ્પણી નથી કરી.

  સુમિત પાંડે

  બૉલિવૂડની ઑલ ટાઇમ હિટ મૂવી 'શોલે' જે રામપુરની પૃષ્ઠભૂમિમાં બની હતી તેનું નામ 'રામપુર કે શોલે' શા માટે હોવું જોઈએ તેની પાછળ કારણ છે. જો 2019નો સંગ્રામ જીતવા માટે ઉત્તર પ્રદેશ મુખ્ય રણમેદાન છે, તો પશ્ચિમી ઉત્તર પ્રદેશનું રામપુર આ લડાઈનુ એક કાર્ટૂન છે.

  નમુનો
  બિલાસપુર વિધાનસભા ક્ષેત્રમાં એક છેવાડાના ગામડામાં ભગવા જભ્ભામાં એક વ્યક્તિ દર્શકોને સંબોધન કરવા આવે છે. તેમને દક્ષિણ ભારતના જાણીતા દિગ્દર્શક, નિર્દેશક અને અભિનેતા તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેઓ ઉમેદવાર જયા પ્રદાના ભાઈ રાજા બાબુ છે.

  રાજા બાબુ પોતાના ભાષણમાં કહે છે, “ બહેને રામપુરને ચમકાવી દીધુ અને એ રાક્ષસે જયા જીને ભગાવી દીધા.”

  એવામાં જ એક કાર્યકર્તા નારા લગડાવાની શરૂઆત કરી દે છે, “જયા જી તુમ સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હે”

  ત્યારબાદ એકટ્રેસથી નેત્રી બનેલી જયા પ્રદાની એન્ટ્રી થાય છે જે આઝામ ખાન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. પોતાના વિરોધી પર સીધો હુમલો કરતા તે કહે છે, 'દેશને મજબૂત બનાવો અને વોટ આપો'

  આ પણ વાંચો : પીએમ મોદીએ કહ્યું,'મહામિલાવટીઓ દેશનો વિકાસ નથી પચાવી શકતા એટલે નારાજ'

  કરૂણતા જુઓ કે 185 વર્ષ પહેલાં આઝમ ખાન કોંગ્રેસ સાથે જોડાયેલા નવાબ પરિવનારને પડકાર આપવા માટે જયા પ્રદાને રામપુર લઈ આવ્યા હતા. જયા પ્રદાએ 2004ની ચૂંટણીમાં કોંગ્રેસના નૂર બેગમને પરાજય આપ્યો હતો. આગલા પાંચ વર્ષમાં આઝમ ખાન સાથે તેમનો સંબંધ ખરાબ થઈ ગયો અને તે અમરસિંહ કેમ્પમાં જતી રહી. અમર સિંહ એ વખતે મુલાયમ સિંહની નજીકની સર્કિટના ઉભરતા સિતારા હતા.

  અમર સિંહે વર્ષ 2009માં સમાજવાદી પાર્ટી છોડી દીધી હતી. લોકસભાની ચૂંટણીમાં અમર સિંહ રામપુર માટે જયાપ્રદાના મેનેજર બની ગયા. જયા પ્રદા અને નૂર બાનો ફરી આમને સામને હતા.

  સૌથી કડવી ચૂંટણીઓમાથી એક એ ચૂંટણીમાં આઝમ ખાને જયા પ્રદાને હરાવવા માટે કામ કર્યુ હતું. આ ચૂંટણી દરમિયાન એક નેરેટિવે આકાર લીધો કે નૂર બાનો આઝમ ખાનની ઉમેદવાર છે અને જયા પ્રદાને આઝામ ખાન સામે પડકાર આપવા ઊભી કરી છે.

  જયા પ્રદાનો ફરી વિજય થયો

  આ પણ વાંચો : રાહુલની ડિગ્રી વિશે જેટલીનો સવાલ, પૂછ્યું MA થયા વગર કેવી રીતે Mphil કર્યુ?

  વર્ષ 2014 સુધીમાં અમર સિંહ અને જયા પ્રદા બંનેએ સમાજવાદી પાર્ટી છોડી દીધી હતી. બંનેએ રાષ્ટ્રીય લોકદળની ટિકિટ પર ચૂંટણી લડી અને હારી ગયા. આઝમ ખાન 2012 પહેલાં પોતાની મૂળ પાર્ટીમાં પરત ફરી ગયા હતા.

  આમ ચૂંટણીમાં આઝમ ફરીથી સમાજ વાદી પાર્ટીના ચિન્હ પર ચૂંટણી લડી રહ્યાં છે. જોકે, તેમને જોઈને સમજાઈ ગયું છે કે તેઓ ભૂતકાળમાંથી ઘણું શીખ્યા છે. આઝમ વિવાદીત અને કડવા નિવેદનો માટે જાણીતા છે, જેના કારણે તેમની લોકચાહના વચ્ચે પણ ગુસ્સો છે.

  2012ની ચૂંટણીમાં રામપુર શહેરમાં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે જિલ્લા પોલીસ અને તેમના પ્રમુખ વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું હતું,'ઉંદરોની મૂંછ ઉગી આવે તો તે શહેરના કેપ્ટન બની શકે'

  જોકે, આ ચૂંટણીમાં આઝમ સાવધાની પૂર્વક વર્તી રહ્યાં છે. તેમણે જિલ્લા પ્રસાશન અને યોગી આદિત્યનાથ પર પોતાના લોહીના તરસ્યા હોવાનો આરોપ મૂક્યો પરંતુ તેમણે જયા પ્રદા પર કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરી નથી. ભાજપ રોજ આઝમ પર હુમલાઓ કરી રહી છે અને આઝમને ઉકસાવી રહી છે, પરંતુ આઝમે પોતાની સ્ક્રિપ્ત નથી બદલી

  આ પણ વાંચો : ઇમરાન ખાન સાથે મુલાકાતની રાહ જોઇને બેઠા છે રાહુલ અને મમતા? જાણો તેની હકીકત

  બીએસપીના વોટ મળવાના કારણે ઉત્સાહિત આઝમ ખાન જાણે છે કે ધાર્મિક બાબત પર સંપ્રદાયના આધારે વોટ વહેંચાઈ જાય નહીં.

  જયા પ્રદા અને આઝામ ખાન બંને વિંટેજ ભારતીય નેતાઓની જેમ જોવા મળે છે, કોમળ, લચકદાર અને અનુકૂળ અને તૈયાર

  આ નાટકમાં ચહેરાઓ બદલાતા રહ્યાં છે. નહીંતર પોતાના સમયમાં દરેક સ્ત્રી અને પુરૂષને પોતાનો રોલ નિભાવવો પડે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Jaya prada, Uttar Pradesh Loksabha Elections 2019, આઝમ ખાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन