ન્યૂઝ18 ગુજરાતી: સવર્ણોમાં આર્થિક રીતે નબળા લોકોને સરકાર દ્વારા 10 ટકા અનામત આપવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમમાં આ બિલની વિરુદ્ધ પિટિશન દાખલ કરવામાં આવી છે. એક એનજીઓ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં સંશોધિત બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક રીતે અનામત આપવું ગેરબંધારણીય છે, તેથી સંશોધિત બિલને રદ કરવામાં આવે.
યૂથ ફોર ઈક્વાલિટી નામની એનજીઓએ પિટિશનમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતની સીમા 50 ટકા નક્કી કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે આર્થિક રીતે અનામત આપવું ખોટું છે અને તે માત્ર સામાન્ય શ્રેણીના લોકોને ન આપી શકાય.
A petition filed by Youth for Equality in the Supreme Court challenging The Constitution (103rd Amendment) Bill, 2019 that gives 10 % reservation in jobs and education for the economical weaker section of general category.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે બિન-સહાયિત સંસ્થાઓને અનામતની શ્રેણીમાં રાખવી ખોટું છે. પિટિશનમાં અપીલ કરવામાં આવી છે કે આ બિલને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય વોટ બેંકને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.