Home /News /national-international /

BJPએ કેમ રમ્યો હતો SC/STનો દાવ, શું છે રાજકીય ગણિત!

BJPએ કેમ રમ્યો હતો SC/STનો દાવ, શું છે રાજકીય ગણિત!

વર્ણોની પાર્ટી તરીકે ઓળખાતી બીજેપીએ કેમ અનુસૂચિત જાતિઓ માટે આટલો મોટો નિર્ણય લીધો?

વર્ણોની પાર્ટી તરીકે ઓળખાતી બીજેપીએ કેમ અનુસૂચિત જાતિઓ માટે આટલો મોટો નિર્ણય લીધો?

  સુપ્રીમ કોર્ટે 20 માર્ચે એસસી/એસટી એક્ટમાં જે ફેરફાર કર્યો, તેને મોદી સરકારે બિલ લાવીને બેઅસર કરી નાંખ્યું. પ્રશ્ન તે છે કે, સવર્ણોની પાર્ટી તરીકે ઓળખાતી બીજેપીએ કેમ અનુસૂચિત જાતિઓ માટે આટલો મોટો નિર્ણય લીધો? શું આ નિર્ણય પાછળ પાર્ટીની કોઈ મોટી રાજકીય મંશા છે? અથવા ખરેખર દલિત પ્રત્યે હિતેચ્છુક છે? જે પણ હોય, હવે સરકાર પોતે પોતાના દાવમાં ફસાતી નજરે પડી રહી છે. કેમ કે, ,સરકાર વિરૂદ્ધ સવર્ણોએ મોર્ચો ખોલી દીધો છે. તેમને ભારત બંધ સુધીનું પણ આહ્વાન કરી નાંખ્યું છે.

  સરકાર માટે મુશ્કેલી તે છે કે, એસટી/એસસીની સંખ્યા સારી એવી છે. તેથી આ સમાજ એક રાજકીય તાકાત સમાન છે. જેને નંજર અંદાજ કરી શકાય નહી. 150થી વધારે સંસદીય સીટો પર એસટી/એસસીનું પ્રભાવ માનવામાં આવે છે. દેશની કુલ જનસંખ્યા 25.2 ટકા દલિતોની સંખ્યા છે. રાજકારણમાં સંખ્યાબળ ખુબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે જ એસસી/એસટી બીજેપી માટે આટલા બધા મહત્વપૂર્ણ થઈ ગયા છે. આમાના દિલમાં જગ્યા બનાવવા માટે બીજેપી ડો. ભીમરાવ આંબેડકરનો સહારો લઈ રહી છે. કેમ કે, આ વોટબેંકના કારણે જ માયાવતી ચાર વખત યૂપીની સીએમ રહી ચૂકી છે. રામવિલાસ પાસવાન, રામદાસ અઠાવલે, પ્રકાશ આંબેડકર અને ઉદિત રાજ જેવા નેતાઓનું ઉદય પણ એસટી/એસસીઓ દ્વારા જ થયો છે.

  બીજેપી તે ભંમ તોડવાની કોશિષમાં છે કે, એસસી/એસટી વોટો પર માત્ર બસપા જેવી પાર્ટીઓનો હક્ક છે. આમાં ઘણી હદ સુધી તે સફળ થતી પણ જોવા મળી રહી છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)ના એક સર્વે અનુસાર 2014ની લોકસભાની ચૂંટણીઓમાં 24 ટકા દલિતોએ બીજેપી માટે મતદાન કર્યું હતું. તે પરિણામ બાદ બીજેપી સતત આ વોટબંકની તરફ ફોકસ કરી રહ્યું છે.  બીજેપી સાંસદ અશોક દોહરેએ સવર્ણોના આંદોલન પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, એસસી/એસટી એક્ટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. આમાં કઈ પણ નવું જોડવામાં આવ્યું નથી, તો પછી સવર્ણ કેમ વિરોધ કરી રહ્યાં છે? દોહરેએ કહ્યું, મોદી સરકારે 2015માં આ એક્ટને વધુ મજબૂત કર્યું હતું. આમાં 25 રીતના અન્ય કાર્યોને પણ અપરાધના દાયરામાં લાવવામાં આવ્યા હતા. પહેલા માત્ર 22 મામલાઓમાં આ એક્ટ લાગતી હતી. ત્યાર તેને કોઈ જ વિરોધ થયો નહતો. અનુસૂચિત જાતિના લોકોએ મોદી સરકારના આ નિર્ણયના વખાણ કર્યા. સરકાર અને પાર્ટી પર આ વિરોધનો કોઈ જ અસર થશે નહી પરંતુ ઉલ્ટું આનાથી પાર્ટી મજબૂત થશે.

  એસસી/એસટી ઉત્પીડનને લઈને બીજેપી સાંસદો સાવિત્રી બાઈ ફુલે, છોટાલાલ ખરવાર, ઉદિત રાજ, યશવંત સિંહ અને અશોક દોહરે વગેરે સતત અવાઝ ઉઠાવી રહ્યાં છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એનડીએ જૂથના નેતા રામ વિલાસ પાસવાન, ચિરાગ પાસવાન, રામદાસ અઠાવલે અને બીજેપીના એસસી/એસટી સાંસદો પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે.

  રાજકીય નિષ્ણાતો અનુસાર બીજેપી ક્યારેય પણ એવું ઈચ્છશે નહી કે તેની ઈમેજ એસસી/એસટી વિરોધી છે. તેથી તેને ના માત્ર આ એક્ટને મજબૂત કર્યો પરંતુ આના પર સુપ્રીમ કોર્ટના સંશોધનને સૌથી મોટી પંચાયતમાં બિલ લાવીને બેઅસર કરી દીધું. દલિત ચિંતક માને છે કે, ભીમા કોરેગાંવ, સહારનપુર અને મેરઠ જેવી ઘટનાઓથી બીજેપીની ઈમેજ દલિત વિરોધી બનતી નજરે આવી, જેના કારણે તેઓ એસસી/એસટી એક્ટ પર સચેત થઈ ગયા. દિલ્હી યૂનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના એસોસિએટ પ્રોફેસર સુબોધ કુમાર કહે છે કે, માત્ર બીજેપી નહી એનડીએમાં સામેલ બીજી પાર્ટીઓના કારણે પણ બીજી વખત આ કાયદો મજબૂત થયો છે.

  રાજકીય નિષ્ણાત માને છે કે, દલિત અને ઓબીસી વોટોમાં સેંધમારી વગર બીજેપી માત્ર પોતાના કોર વોટર (બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય)ની મદદથી સત્તા સુધી પહોંચી શકે નહી. તેથી બીજેપી જમ્મુ-કાશ્મીરના તે દલિતોનો પણ મુદ્દો ઉઠાવી રહી છે જેમને અનુચ્છેજ 35એના કારણે અત્યાર સુધી ત્યાંની નાગરિકતા મળી શકી નથી.  ગોરખપુર, ફૂલપુર અને કેરાના લોકસભાના પેટાચૂંટણીમાં ગઠબંધનના કારણે દલિત-મુસ્લિમ એકતા જોવા મળી હતી. આ બીજેપી માટે એક મોટો ચિંતાનો વિષય છે. ભીમ આર્મી જેવા સંગઠન ગતિવિધિઓ વધારી રહી છે. એસસી/એસટીમાં માયાવતીની પકડ હજું પણ મજબૂત માનવામાં આવી રહી છે. તેથી વોટબેંકને લઈને બીજેપી ચૂપ બેસશે નહી.

  આ કારણે જ બીજેપીએ પહેલા મેરઠની રહેવાસી કાંતા કર્દમને રાજ્યસભામાં મોકલી, આગ્રાની રહેવાસી બેબીરાની મૌર્યને ઉત્તરાખંડની રાજ્યપાલ બનાવી દીધી છે. આ બંને મહિલાઓ હોવાની સાથે-સાથે તેઓ જાટવ જ્ઞાતિમાંથી આવે છે. માયાવતી પણ જાટવ સમુદાયમાંથી આવે છે. જાટવોમાં ઘૂસણખોરી કરવાની કોશિષના રૂપે આને જોવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં દલિતોની કુલ વસ્તુ લગભગ 21 ટકા છે. તેમાંથી લગભગ 66 પેટા-જાતિઓ છે જે સામાજિક રીતે વહેંચાયેલી છે. યૂપીની દલિત જનસંખ્યામાં જાટવ 52થી 55 ટકા બતાવવામાં આવ્યા છે.

  જોકે, 'Bahnji: The Rise and Fall of Mayawati'નામની પુસ્તક લખનાર વરિષ્ઠ પત્રકાર અજય બોસ કહે છે કે, બીજેપી ત્યારે જ દલિતોમાં સેંધ લગાવી શકે છે જ્યારે દલિતોને તેવું લાગે કે માયાવતી જીતી શકશે નહી. હાલમાં તો બસપા-સપા ગઠબંધન પછી લોકોને લાગી રહ્યું છે કે માયાવતી ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરી શકે છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Upper caste, એનડીએ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन