ઉત્તરાખંડ: થોડા દિવસો પહેલા કહેવાતા ઉચ્ચ જ્ઞાતિનાં લોકોએ 23 વર્ષનાં એક દલિત યુવાનને પોતાની સામે ખાવા બેસવા બદલ બેરહેમી પૂર્વક માર માર્યો હતો. આ દલિત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટના ઉત્તરાખંડનાં તેહરી જિલ્લાનાં એક લગ્ન પ્રસંગમાં બની હતી.
જિલ્લા પોલીસ વડા ઉત્તમ સિંઘ જિમવાલે જણાવ્યું કે, જિતેન્દ્ર નામના દલિત યુવાનને ઉજળિયાત વર્ગનાં લોકોએ તેને માર્યો હતો. કેમ કે, દલિત યુવાન તેમની સામે જમવા બેસતા તેમને ગુસ્સો આવ્યો હતો.
આ ઘટના એપ્રિલની 26મી તારીખે શિરીકોટ ગામમાં બની હતી. જિતેન્દ્રને બેરહેમી પૂર્વક માર મારવામાં આવતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. નવ દિવસની સારવાર બાદ દેહરાદૂનની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો.
જિતેન્દ્રની બહેને સાત વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપીઓમાં ગજેન્દ્ર સિંઘ, સોબન સિંઘ, કૌશલ સિંઘ, ગબ્બર સિંઘ, ગંભીર સિંઘ, હરબીર સિંઘ અને હુકુમ સિંઘ સામે ફરીયાદ કરી છે.
પોલીસે જણાવ્યું કે, તેમણે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર